Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુખ્યમંત્રીએ કોન્ફરન્સ હોલમાં રણોત્સવની શરૂઆતથી લઈને વર્તમાન સુધીની સફરને નિહાળી

Webdunia
ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023 (10:46 IST)
કચ્છના સફેદ રણ ધોરડો ખાતે ૭ થી ૯ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન જી-૨૦ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકના બીજા દિવસે ગેટ વે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ તેમજ એપ્રોચ રોડનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તેમજ ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. 
 
મુખ્યમંત્રીએ ધોરડો ગ્રામ પંચાયતના સરપંચ મિયા હુસેન પાસેથી રણોત્સવની શરૂઆતથી માંડીને અત્યારસુધી સફરની વિગતવાર જાણકારી મેળવી હતી. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૮મા રણોત્સવમાં આપેલા સંબોધનને પણ કોન્ફરન્સ હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેટ વે ટુ રણ રિસોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. 
 
ગેટ વે ટુ રણ રિસોર્ટમાં નવનિર્મિત અદ્યતન કોન્ફરન્સ હોલ ધોરડો ખાતેના વિવિધ આયોજનો સમયે મહત્વનો બની રહેશે. ગેટ વે ટુ રણ રિસોર્ટમાં ધોરડો રણોત્સવ કમિટી વર્ષ ૨૦૨૨-૨૩ દ્વારા કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ સહિત એપ્રોચ રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રિસોર્ટનું સંચાલન ધોરડો‌ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -મારે શું કરવું

ગુજરાતી જોક્સ - ડ્રાઈવર મરી ગયો

ગુજરાતી જોક્સ - ભાઈ, કેમ છો?

પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થના લગ્ન નીલમ સાથે નક્કી, જાણો કોણ છે તેની ભાવિ ભાભી

સિંદૂર કેમ લગાવો છો? જ્યારે રાષ્ટ્રપતિએ રેખાને આ સવાલ પૂછ્યો તો સુંદર અભિનેત્રીએ આ જવાબ આપ્યો

વધુ જુઓ..

નવીનતમ

બુદ્ધિમાન રાજા

Happy Rose Day Wishes - રોઝ ડે પર ગુલાબ સાથે લખશો આ સુંદર મેસેજ તો ઈમ્પ્રેસ થશે તમારો સાથી

કપડાંમાંથી તેલના ડાઘ કેવી રીતે સાફ કરવા?

Kashmiri Style Chana Dal Recipe - કાશ્મીરી સ્ટાઈલ ચણા દાળ રેસીપી

શું મોટી ઉંમરે માતા બનવાથી બાળકો નબળા જન્મે છે?

આગળનો લેખ
Show comments