Webdunia - Bharat's app for daily news and videos

Install App

માસ પ્રમોશનથી અસંતુષ્ટ ધોરણ 12 સામાન્ય પ્રવાહના માત્ર 19 વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ પરીક્ષા લેશે

Webdunia
શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (10:16 IST)
કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતાં ગુજરાત સરકારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. તે ઉપરાંત રિપીટર્સની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. પરંતુ માસ પ્રમોશનના પરિણામથી અસંતુષ્ટ થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના માત્ર 19 વિદ્યાર્થીઓ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ વૈકલ્પિક પરીક્ષા લેશે. આ પરીક્ષા આગામી 27મી સપ્ટેમ્બરે યોજાશે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે માસ પ્રમોશન બાદ સમગ્ર રાજ્યમાંથી પરિણામથી અસંતુષ્ટ રહેલા માત્ર 19 વિદ્યાર્થીઓએ જ માર્કશીટ જમા કરાવી હતી. હવે આ 19 વિદ્યાર્થીઓને ગાંધીનગરમાં શિક્ષણ બોર્ડ દ્વારા વૈકલ્પિક પરીક્ષા લેવામાં આવશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે.27 સપ્ટેમ્બરથી ૩૦મી સુધી ચાર દિવસ પરીક્ષા ચાલશે અને સવારે 10 વાગ્યાથી બપોરે 1.30 વાગ્યા સુધી તે ઉપરાંત અને બપોરે 2.30થી 5.45 એમ રોજના બે સેશનમાં પરીક્ષા લેવાશે. 27 સપ્ટેમ્બરે પ્રથમ દિવસે સવારે  અંગ્રેજી પ્રથમ અને દ્રિતિય ભાષા તેમજ બપોરે ગુજરાતી,હિન્દી પ્રથમ ભાષા અને ગુજરાતી દ્રિતિય ભાષાનુ પેપર રહેશે. 28મીએ સવારે અર્થશાસ્ત્ર અને તત્વજ્ઞાન તેમજ બપોરે એકાઉન્ટ,મનોવિજ્ઞાન અને રાજ્યશાસ્ત્રનું પેપર રહેશે. 29મીએ સવારે સ્ટેટ,હિસ્ટ્રી અને હિન્દી દ્રિતિય ભાષા વિષયની તેમજ બપોરે એસપી, વાણિજ્ય પત્રવ્યવહાર અને સંસ્કૃતની પરીક્ષા લેવાશે. 30મીએ સવારે વાણિજ્ય વ્યવસ્થા,ભુગોળ અને બપોરે કમ્પ્યુટર તથા સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષા લેવાશે.કોરોનાને લીધે ધો.10-12ના નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાઈ છે ત્યારે ધો.12 સાયન્સમાં કેન્દ્ર સરકારે સીબીએસઈની વૈકલ્પિક પરીક્ષા જાહેર કરતાં ગુજરાત બોર્ડે પણ માસ પ્રમોશનથી સંતુષ્ટ ન હોય તેવા 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખાસ બોર્ડ પરીક્ષા લીધી હતી, જેમાં નોંધાયેલા માત્ર 65 વિદ્યાર્થીમાંથી 54 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 70 ટકા એટલે કે 38 વિદ્યાર્થી પાસ થયા છે. ધો.12 સાયન્સના 1.07 લાખ નિયમિત વિદ્યાર્થીને માસ પ્રમોશન આધારિત ફોર્મ્યુલાથી પાસ કરવામાં આવ્યા છે. ત્યારે માસ પ્રમોશન મુજબના પરિણામથી સંતુષ્ટ ન હોય એવા વિદ્યાર્થીઓને બોર્ડની માર્કશીટ જમા કરાવાની હતી અને તેમની ફરીથી પરીક્ષા લેવાવાની હતી, જે ગત 12થી14 ઓગસ્ટ દરમિયાન અમદાવાદમાં લેવાઈ હતી. ગત 15 જુલાઈએ રિપીટર્સની પરીક્ષા લેવાઈ હતી, જેમાં ધોરણ 12 સાયન્સના 32 હજાર 465 વિદ્યાર્થીમાંથી 30 હજાર 343 વિદ્યાર્થીએ જ પરીક્ષા આપી હતી. માત્ર 4649 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. એમાં 2281 વિદ્યાર્થીઓ અને 2368 વિદ્યાર્થિની છે .A ગ્રુપમાં 7777 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેની સામે 1130 વિદ્યાર્થી પાસ થયા છે. જ્યારે A ગ્રુપમાં 1425 વિદ્યાર્થિનીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 297 વિદ્યાર્થિની પાસ થઈ છે. B ગ્રુપમાં 9554 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 1151 વિદ્યાર્થી જ પાસ થયા છે, જ્યારે B ગ્રુપની 11578 વિદ્યાર્થિનીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2071 વિદ્યાર્થિની પાસ થઈ છે.

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments