Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હોટલમાં રોકાતા મુસાફરોની નોંધ ફરજિયાતપણે “PATHIK” એપમાં કરવાની રહેશે

હોટલમાં રોકાતા મુસાફરોની નોંધ ફરજિયાતપણે “PATHIK” એપમાં કરવાની રહેશે
, શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (10:13 IST)
વલસાડ જિલ્લાની સરહદ એક રાજ્ય/ તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશને અડીને આવેલી હોવાથી સાથે વલસાડ જિલ્લો ઔદ્યોગિક એકમોથી છવાયેલો છે. જિલ્લામાં પાંચ ઔધોગિક એકમો તેમજ અન્યર બે થી ત્રણ મોટા ઉદ્યોગો આવેલા છે. જે એકમોમાં મોટે ભાગે વિદેશી નાગરિકો તેમજ આંતરરાજ્યમના નાગરિકો તથા તથા વિવિધ જિલ્લાઓના નાગરિકો, વેપારીઓ, ટેકનિશ્ય નો વિવિધ કામકામ અર્થે આવતા જતા હોય છે અને તે ટૂંકા સમય માટે હોટલોમાં રોકાતા હોય છે. 
 
આ મુસાફરોની સાથે દેશ વિરોધી અને અસામાજિક તત્વો  પણ જિલ્લામાં આવી જાય અને દેશ વિરોધી ભાંગફોડીયા પ્રવૃતિ કરે તેવી પૂરી શક્યેતા રહેલી હોવાથી વલસાડ જિલ્લામાં ભાડેથી આવા તમામ સ્થોળે રહેતા મુસાફરો ઉપર વોચ રાખવી અને તેની ચકાસણી કરવી આવશ્યિક છે. આ પ્રકારે વોચ માટે ટેકનોલોજીના ઉપયોગથી હોટલ માલિકો અને પોલીસને સુવિધા રહે અને દૈનિક ધોરણે માહિતી પોલીસને ઓનલાઇન મળી રહે તે હેતુસર એપ “PATHIK” ( Proram for Analysis of Traveler and hotel Informatics)  ગુજરાત પોલીસ દ્વારા બહાર પાડવામાં આવી છે. 
 
આ એપમાં દૈનિક ધોરણે દરેક સ્થા નિક હોટલ, ગેસ્ટર હાઉસ, રીસોર્ટ/ફાર્મ હાઉસ, ધર્મશાળા ધાબા-કલબ હાઉસ/ મુસાફરખાના/ ધાર્મિક સ્થપળો તથા અન્ય  સ્થાળના સંચાલક/ માલિક/ ભાગીદાર જવાબદારોએ એન્ટ્રી  કરવા માટે જાહેરનામું પ્રસિધ્ધT કરવા પોલીસ અધિક્ષકની કચેરી, વલસાડ દ્વારા કરાયેલી દરખાસ્તહને ધ્યામને લઇ જિલ્લા મેજિસ્ટ્રે ટ ક્ષિપ્રા આગ્રેએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫પ ની કલમ-૩૭(૧) હેઠળ મને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા હુકમ કર્યો છે. 
 
આ હુકમ અનુસાર સ્થાસનિક હોટલ-ગેસ્ટ્ હાઉસ, રીસોર્ટ/ફાર્મ હાઉસ/ ધર્મશાળા/ ધાબા-ક્લ બ  હાઉસ/મુસાફરખાના/ધાર્મિક સ્થનળો તથા અન્ય્ સ્થ્ળોના માલિકે ગ્રાહકની રજિસ્ટથર એન્ટ્રીલ કરવા માટે પોતાના રીસેપ્શ ન કાઉન્ટસર ઉપર ઇન્ટરરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્યુ્ર  ટર રાખવાનું રહેશે અને તેમાં ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી “PATHIK” એપ ઇન્‍સ્ટોીલ કરવાની રહેશે તેમજ તે મેન્યુવઅલ રજિસ્ટીરમાં થતી તમામ એન્ટ્રી ઓ આ “PATHIK” એપમાં ફરજીયાતપણે ઓનલાઇન કરવાની રહેશે.
 
આ હુકમ તા. ૦૮/૦૯/૨૦૨૧ થી તા.૩૧/૧૦/૨૦૨૧ (બન્ને દિવસો સહિત) માટે અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યતક્તિી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાહુલ ગાંધીએ પણ પીએમ મોદીના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી, લોકોએ અભિનંદન સંદેશ પર આવી પ્રતિક્રિયા આપી