Webdunia - Bharat's app for daily news and videos

Install App

દ્વારકામાં અનોખો વિરોધઃ તરણ સ્પર્ધા યોજીને લોલીપોપનું ઈનામ આપ્યું

Webdunia
બુધવાર, 2 સપ્ટેમ્બર 2020 (14:43 IST)
દેવભૂમિ દ્વારકા પંથકમાં ધોધમાર વરસાદ પડતા રાવલ ગામ બેટમાં ફેરવાય ગયું છે. રાવલ ગામ છેલ્લા દોઢ મહિનાથી પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જેને લઈને લોકોને અને ખેડૂતોને હાલાકી પડી રહી છે. ત્યારે રાવલ પંથકના ખેડૂતોએ ખેતરમાં ભરાયેલા પાણીમાં તરણ સ્પર્ધા યોજી અનોખો વિરોધ કર્યો છે. આ સાથે જ તરણ સ્પર્ધામાં વિજેતા ઉમેદવાર માટે લોલીપોપનું ઈનામ રાખવામાં આવ્યું હતું. ખેડૂતોએ અનોખો વિરોધ કરીને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. સતત વરસાદના પગલે દ્વારકા જિલ્લાના રાવલ ગામમાં છેલ્લા દોઢ મહિનાથી પાણી ભરાઈ ગયું છે. આ સાથે જ ખેતરોમાં 4થી 6 ફૂટ જેટલુ પાણી ભરાઈ ગયું છે. જેથી ખેડૂતોએ 4થી 6 ફૂટ ભરાયેલા ખેતરોના પાણીમાં તરણ સ્પર્ધા યોજી હતી. જેમાં ખેડૂતોએ ભાગ લીધો હતો. તરણ સ્પર્ધામાં વિજેતા થયેલા ઉમેદવારને લોલીપોપનું ઈનામ રાખવામાં આવ્યું હતું. હાલ ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાના આરે છે. ત્યારે ખેડૂતોએ અનોખો વિરોધ કરી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.દ્વારકા સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે વર્તુ-2 ડેમ, સોરઠી ડેમ અને સોની ડેમના પાણી કલ્યાણપુરના રાવલ ગામમાં ઘૂસી ગયા હતા. જેથી રાવલ ગામ આઠમી વખત બેટમાં ફેરવાયું છે. રાવલ ગામનુ બસ સ્ટેન્ડ 4-4 ફુટ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. રાવલ ગામ તરફ જતા તમામ માર્ગ બંધ થઈ ગયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Udaipur- ઉદયપુર માં જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - પપ્પુના પ્રશ્નો ના જવાબ

Bye Bye 2024- એઆર રહેમાનથી લઈને એશા દેઓલ સુધી, આ સેલેબ્સ વર્ષ 2024માં છૂટાછેડા લીધા

ગુજરાતી જોક્સ - પ્રશ્ન ક્યાંથી મળ્યો

ગુજરાતી જોક્સ - ભાગી જઈશું

વધુ જુઓ..

નવીનતમ

માતૃપ્રેમ નિબંધ ગુજરાતી ધોરણ 6

બાળવાર્તા- પોપટની હનુમાન ભક્તિ

શિયાળામાં મગફળી ખાધા પછી નાં કરશો આ ભૂલ, નહીં તો થશે મોટું નુકશાન

Year 2025 ના નવા નામ - ગ પરથી નામ છોકરા

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

આગળનો લેખ
Show comments