Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપના નવા માળખામાં વર્તમાન 7 મંત્રીઓ પડતા મૂકાય તેવી શક્યતા

BJP congress election
, બુધવાર, 2 સપ્ટેમ્બર 2020 (13:16 IST)
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે C.R. પાટીલે કાર્યભાર સંભાળ્યા બાદ પક્ષના સંગઠનમાં ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત ભાજપના સંગઠન માળખામાં ફેરફાર કરાઈ રહ્યો છે અને નવું માળખું શ્રાદ્ધ પછી જાહેર કરવામાં આવી શકે છે. આ સાથે જ બાકી રહેલા શહેર-જિલ્લાના પ્રમુખોની પણ જાહેરત કરવામાં આવશે. એવું પણ જાણવા મળી રહ્યું છેકે, મહિનાના અંત સુધીમાં રાજ્યના મંત્રીમંડળમાં પણ ફેરફારો કરવામાં આવશે, જેમાં નવા 7 ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવેશ કરાઈ શકે છે. કેબિનેટ કક્ષાના 4 અને રાજ્યકક્ષાના 3 નવા મંત્રીઓની વરણી કરવામાં આવશે. સપ્ટેમ્બરમાં અંત સુધીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના મંત્રીમંડળમાંથી 7 મંત્રીઓને પડતા મૂકવામાં આવે તેવી શક્યતાઓ રાજકીય વર્તૂળોમાં ચર્ચાઈ રહી છે. એવી પણ ચર્ચા ચાલી રહી છેકે, મંત્રીમંડળમાં કચ્છ, મહેસાણા, બનાસકાંઠા અને સુરતને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મેરિયટ ઇન્ટરનેશનલે અતિથિઓ માટે તૈયાર કરી ખાસ સ્ટેકેશન પૅકેજિસ ઓફર, જાણો શું ખાસિયત