Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મેરિયટ ઇન્ટરનેશનલે અતિથિઓ માટે તૈયાર કરી ખાસ સ્ટેકેશન પૅકેજિસ ઓફર, જાણો શું ખાસિયત

મેરિયટ ઇન્ટરનેશનલે અતિથિઓ માટે તૈયાર કરી ખાસ સ્ટેકેશન પૅકેજિસ ઓફર, જાણો શું ખાસિયત
, બુધવાર, 2 સપ્ટેમ્બર 2020 (12:46 IST)
મેરિયટ ઇન્ટરનેશનલ સમગ્ર ભારતમાં આવેલ તેની હોટલોમાં આપના માટે લઇને આવી છે ખાસ રીતે ચૂંટેલી સ્ટેકેશન ઑફરો. આપ હવે 31 ડિસેમ્બર, 2020 સુધી બૂક કરાવીને એક શાંતિપૂર્ણ માહોલમાં વિલિન થઈ જઈ શકો છો. આપના શહેરના હાર્દમાં આવેલા વિસ્તારથી અથવા તો આપની પસંદગીના કોઈ સ્થાનિક સ્થળેથી ડ્રાઇવિંગ કરીને જઈ શકાય એટલા નજીકના અંતરની અંદર મહેમાનો પાસે હોટલની અંદર ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા અનેક અનુભવોમાંથી પસંદગી કરવાની મોકળાશ હશે. શહેરમાં આવેલ મેરિયટ ઇન્ટરનેશનલની ત્રણ પ્રોપર્ટીઓમાં રેનેસૉન્સ અમદાવાદ હોટલ, કોર્ટયાર્ડ બાય મેરિયટ અને ફોર પોઇન્ટ્સ બાય શેરેટનનો સમાવેશ થાય છે, જે ત્રણેય આ સ્ટેકેશન ઑફર પૂરી પાડી રહી છે.
 
મહત્તમ ફ્લેક્સિબિલિટી અને બચતની ખાતરી કરી આ ગેસ્ટ પૅકેજિસને પ્રત્યેક રજાઓની વિશિષ્ટ જરૂરિયાતો અને પ્રાથમિકતાઓને અનુરૂપ રહી તૈયાર કરવામાં આવશે. મનોરંજન અને મોજમસ્તીથી ભરપૂર આ સ્ટેકેશન્સ કૉમ્પ્લિમેન્ટ્રી પિક-અપ અને ડ્રોપ, ચેક-ઇન વખતે રૂમને અપગ્રેડ કરવાની સવલત તથા બાળકો માટે ફ્રી સ્ટે જેવા વિવિધ વધારાના લાભ પણ ધરાવે છે! પણ વાત આટલેથી જ અટકતી નથી, અમારી કેટલીક પસંદગીની હોટલોમાં આપ અમારા શૅફ્સ દ્વારા ખાસ રીતે તૈયાર કરવામાં આવેલ સ્પેશિયલ ઇવનિંગ્સમાં સામેલ થઈ શકશો અથવા તો, રૂમની અંદર ફિલ્મ જોવાનો અનુભવ માણી શકશો, જેમાં નાસ્તા અને ઠંડાપીણાની મોજ તો હશે જ. મેરિયટ બોનવોયના સભ્યો આ રોકાણ દરમિયાન, બીજી રાતથી વધારાના પોઇન્ટ્સ મેળવી શકશે. અહીં સૌ કોઈ માટે કંઇક છે! 
 
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહેમાનો ડિજિટલ રીતે ચૂકવણી કરવાની સુગમતાની સાથે કોન્ટેક્ટ-લેસ રૂમ ચેક-ઇન માટે વિનંતી કરી શકે છે. મેરિયટ ઇન્ટરનેશનલ તેના દરેક મહેમાનના સ્વાસ્થ્ય અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં વિશ્વાસ ધરાવે છે અને આ માટે તેણે તેની તમામ હોટલોમાં સ્વચ્છતા અને સફાઈના સર્વોચ્ચ માપદંડો લાગુ કર્યા છે. અમે આપને ફરીથી આવકારવા માટે આતુર છીએ!
 
આપની મનપસંદ હોટલમાં અહીં નીચે જણાવેલ સમાવેશનોનો લાભ મેળવોઃ
 
• રૂમને ઊંચી કેટેગરીમાં અપગ્રેડ કરવો
• બ્રેકફાસ્ટનો પહેલેથી જ સમાવેશ કરવામાં આવ્યો છે
• 12 વર્ષ સુધીના બાળકોનું રોકાણ અને જમવાનું ફ્રી
• કૉમ્પ્લિમેન્ટ્રી પિક-અપ અને ડ્રોપ
• ઠંડાપીણાની એક બોટલ અને એક કૅકનો વિકલ્પ
• વિનંતી કરવા પર શૅફ દ્વારા સ્પેશિયલ ઇવનિંગ સેલિબ્રેશન
• નાસ્તા અને ઠંડાપીણાની સાથે રૂમની અંદર જ ફિલ્મ જોવાનો અનુભવ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદના રોડ રિસરફેસ નહીં થાય તો કોંગ્રેસ ભાજપના કાઉન્સિલરના ઘરે ધરણાં કરશે