Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં મંગળવારે 45 ટકા વિદ્યાર્થીઓ JEE ની પરીક્ષા છોડી

ગુજરાતમાં મંગળવારે 45 ટકા વિદ્યાર્થીઓ JEE ની પરીક્ષા છોડી
, બુધવાર, 2 સપ્ટેમ્બર 2020 (10:56 IST)
કોરોના વાયરસ મહામારીની વચ્ચે મંગળવારે શરૂ થયેલી એન્જીનિયરિંગ અને ફાર્મસી કોર્સમાં પ્રવેશ માટે યોજાનારી માટે લેવામાં આવતી JEE(જોઈન્ટ એન્ટ્રાન્સ એક્ઝમિનેશન) માં ગુજરાતના 45 ટકા વિદ્યાર્થીઓ જોડાયા નહી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પરીક્ષા છોડનાર વિદ્યાર્થીની ટકાવારી પહેલાં 25-30 હતી અને હાલ તેમાં 10-15 ટકાનો વધારો થયો છે. રાજ્ય સરકારે સોમવારે કહ્યું હતું કે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા એક-છ સપ્ટેમ્બર વચ્ચે 13 જિલ્લાના 32 કેન્દ્રોમાં આયોજિત કરવામાં આવી રહેલી પરીક્ષા માટે 38,167 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. 
 
ગુજરાતમાં જેઇઇ પહેલા દિવસે 3,020 રજિસ્ટ્રર વિદ્યાર્થીઓમાં ફક્ત 1,664 એટલે કે 55 ટકા જ હાજર રહ્યા, જ્યારે 1,356 (45%) વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ન હતી. આ વર્ષે આંકડો 10-15 ટકાથી વધુ છે. 
 
સોમવા ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહએ કહ્યું હતું કે વહિવટીતંત્ર કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખતાં દરેક પ્રકારની સાવધાની વર્ત્યા બાદ પરીક્ષા આયોજિત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પ્રાઈવેટ યુનિ.ઓની પ0 ટકા બેઠકોમાં પ્રવેશા માટે જેઈઈ મેઈનો સ્કોર ધ્યાને લેવાય છે જ્યારે બાકીની તમામ કોલેજોમાં પ્રવેશ માટે ગુજકેટ લેવાય છે. ડિગ્રી ઈજનેરી કોલેજોમાં પ્રવેશ માટે ગત  વર્ષથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા વર્ષમાં બે વખત જેઈઈ મેઈન લેવાનું શરૂ કરાયુ છે. જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામની મુખ્ય લેખિત પરીક્ષા અગાઉ સીબીએસઈ દ્વારા એક જ વાર લેવાતી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યૂરોપ-અમેરિકા બાદ સુરતમાં MIS-C બિમારીની એન્ટ્રી, જાણો તેના લક્ષણો