Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરત અને પંચમહાલ જિલ્લામાં સવારથી મેઘમહેર

Webdunia
શુક્રવાર, 5 જુલાઈ 2019 (11:57 IST)
ગુજરાતના ખેડૂતો અને લોકો માટે સારા સમાચાર છે. ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે. ડેમના ઉપરવાસમાંથી 22,509 ક્યુસેક પાણીની આવક થઈ રહી હોવાથી હાલ ડેમની સપાટી 120.189 મીટરે પહોંચી છે. એક દિવસમાં ડેમની સપાટીમાં 15 સેન્ટીમીટરનો વધારો થયો છે. બીજી તરફ શુક્રવારે સુરત, નવસારી, પંચમહાલ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. અષાઢી બીજના દિવસથી ડેમની મુખ્ય કેનાલમાંથી 5,307 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

હાલ ડેમમાં પાણીનો 1,180 MCM લાઇવ સ્ટોર જથ્થો છે. બે દિવસમાં ડેમમાં પાવર હાઉસ શરૂ કરવામાં આવશે. સુરતમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની શરૂઆત થઈ છે. વરસાદને લઈને વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે. બીજી તરફ સુરત જિલ્લામાં વરસાદી માહોલ બન્યો છે. જિલ્લાના કામરેજ, પલસાણા, માંડવી, મહુવા, ઉમરપાડા, માંગરોળ અને ચોર્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે ખેડૂતોમાં વર્ષની રેલી છવાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન બારડોલીમાં 15 મિમી, કામરેજમાં 01 મિમી, માંડવીમાં 06 મિમી, મહુવામાં 03 મિમી, માંગરોળમાં 08 મિમી, પલસાણામાં 05 મિમી, ઉમરપાડામાં 09 મિમી અને સુરત શહેરમાં 07 મિમી વરસાદ નોંધાયો છે.પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ગોધરામાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગોધરામાં 8 ઇંચ, હાલોલમાં 9 ઇંચ, કાલોલમાં 3 ઇંચ, ઘોઘબામાં પોણા સાત ઇંચ, જાંબુઘોડામાં 15 ઇંચ, મોરવામાં 3.5 ઇંચ, અને શહેરામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં આહવામાં 09 મિમી, વઘઇમાં 30 મિમી, સુબિરમાં 19 મિમી, સાપુતારામાં 22 મિમી વરસાદ નોંધાયો છે. નવસારી શહેરમાં શુક્રવારે સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.
વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શુક્રવારે તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.શહેરની સિવિલ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટરમાં અને બહાર ફરીથી પાણી ભરાઈ ગયા હતા. જેનાં કારણે સિવિલમાં આવતા દર્દીઓ અને તેના પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહાનગર પાલિકાએ સિવિલ હોસ્પિટલની ડ્રેનેજ હોસ્પિટલની લાઇનો સાફ નથી કરી જેના કારણે આ સમસ્યા ઉદ્ભવી રહી છે.
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય દ્વારા અભિનિત ગુજરાતી ફિલ્મ ‘તારો થયો 17 જાન્યુઆરીએ રીલિઝ થશે

Baidyanath Jyotirlinga Temple- વૈદ્યનાથ જ્યોતિર્લિંગ

ગુજરાતી જોક્સ - લંડનમાં કામ કરે છે

ગુજરાતી જોક્સ - સારું ભોજન મળશે

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

વધુ જુઓ..

નવીનતમ

રામાયણની વાર્તા - લક્ષ્મણજી 14 વર્ષ સુધી ઉંઘ્યા નથી

mutton nihari - ઘરે કેવી રીતે બનાવીએ દિલ્હીની પ્રખ્યાત મટન નિહારી

Gota Patti Sarees : આ Festive Season માટે છે એક પરફેક્ટ ચૉઈસ

મૃત્યુ પછી મૃત વ્યક્તિના મોંમાં સોનું શા માટે મૂકવામાં આવે છે?

1964 Cyclone- જ્યારે આખી ટ્રેન, 200 મુસાફરો અને 5 કર્મચારીઓ દરિયામાં ડૂબી ગયા.

આગળનો લેખ
Show comments