Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઈમાં વરસાદને કારણે અમદાવાદ-મુંબઈની ટ્રેનો અડધેથી પરત કરાઈ

મુંબઈમાં વરસાદને કારણે અમદાવાદ-મુંબઈની ટ્રેનો અડધેથી પરત કરાઈ
, મંગળવાર, 2 જુલાઈ 2019 (11:31 IST)
મુંબઈમાં પડેલા ભારે વરસાદથી ફ્લાઇટ્સના શિડ્યૂલ ખોરવાઈ ગયા છે. જ્યારે લોકલ સહિત અન્ય ટ્રેન વ્યવહાર પણ અટકી ગયો છે, જેમાં લોકલ અને પેસેન્જર ટ્રેન રદ કરાઈ છે તો કેટલીક ટ્રેન અધવચ્ચે અટકાવી દેવાની ફરજ પડી છે. જ્યારે લાંબા અંતરની અનેક ટ્રેન મોડી દોડી રહી છે. એ જ રીતે મુંબઈથી ઊપડતી ફ્લાઇટ્સનું સમયપત્રક પણ ખોરવાતાં પેસેન્જરોને હાલાકી ભોગવવી પડી રહી છે. રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મુંબઈમાં 72 કલાકમાં પડેલા ધોધમાર વરસાદને પગલે ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે. પાલઘર સહિત કેટલાંક સ્ટેશનો પર પાણી ભરાવાની સાથે અનેક રેલવેલાઇન પર પાણી ફરી વળ્યાં છે. મરીન લાઈન પાસે રેલવેનો ઓવર હેડવાયર તૂટી ગયો હતો. 
કર્ણાવતી, ઇન્ટરસિટી સહિતની ટ્રેનો અધવચ્ચે રદ
જામનગર- સુરત ઇન્ટરસિટી વડોદરામાં અટકાવી પરત મોકલાઈ.
કર્ણાવતી, ડબલ ડેકર એક્સ., ભુજ-દાદર એક્સ.બોરીવલીમાં અટકાવી પરત મોકલાવાઈ.
અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ દહાણુરોડ ખાતે અટકાવી ત્યાંથી પરત મોકલાયો.

રિશિડ્યૂલ કરાયેલી ટ્રેનો
બાંદ્રા - શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા સ્વરાજ એક્સપ્રેસ
મુંબઈ - અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ
મુંબઈ - પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
બાંદ્રા - જયપુર એક્સપ્રેસ
બાંદ્રા - ચંડીગઢ એક્સપ્રેસ
બાંદ્રા - ભગત કી કોઠી એક્સપ્રેસ
બાંદ્રા - જોધપુર એક્સપ્રેસ
મુંબઈ - જયપુર એક્સપ્રેસ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાટણના લંપટ ડોક્ટરના ખુલાસાથી પોલીસ ચોંકી ઉઠી, અત્યાર સુધીમાં આટલી મહિલાઓનો કર્યો ગર્ભપાત