Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ahmedabad Accident - અમદાવાદમાં SG હાઈવે પર એક્ટિવા લઈને જતી વિદ્યાર્થિનીનું ડમ્ફરની અડફેટે મોત નિપજ્યું

Webdunia
સોમવાર, 16 મે 2022 (11:30 IST)
અમદાવાદના એસજી હાઈવે પર વહેલી સવારે અકસ્માત થતાં વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું છે. એસજી હાઈવે પર ડમ્પર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં ગણપત યુનિવર્સિટીની વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો. સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી અકસ્માત કેવી રીતે થયો હતો તે મામલે પોલીસ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના એસ.જી હાઇવે પર ઝાયડસ બ્રિજ ઉપર વહેલી સવારે એક્ટિવા અને ડમ્પર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની પાછળના ભાગમાં એક્ટિવા અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં એક્ટિવા ચાલક વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. એક્ટિવા ચાલક વિદ્યાર્થીની નિકિતા પંચાલ ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હોવાનું સામે આવતા યુનિવર્સિટીના સ્ટાફને પણ અકસ્માત અંગેની જાણ કરવામાં આવી હતી. એક્ટિવા ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં પણ અકસ્માતમાં બચી શકી ન હતી. બ્રિજની ઉપર રોડની સાઈડમાં રેતી ભરેલું ડમ્પર ઉભુ હતું કે આગળ તરફ જઇ રહ્યું હતું એને લઈને અસમંજસની સ્થિતિ સર્જાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી અકસ્માત કેવી રીતે થયો હતો તે મામલે પોલીસ તપાસ કરી રહી છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments