Dharma Sangrah

આજથી દાંડી, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પાવાગઢ સહિતના સ્થળો માટે એસટી વિભાગની નવી બસ સેવા શરૂ થઈ

મોદીના વતન વડનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની બસ

Webdunia
શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (09:50 IST)
રાજ્યમાં હવે ધીમે ધીમે કોરોના કાબુમાં આવી રહ્યો છે. જેથી જાહેર સ્થળો અને અન્ય જગ્યાઓ પણ ફરી શરૂ થવા માંડી છે. રાજ્ય સરકારે જન્માષ્ટમી સહિતના તહેવારોની ઉજવણીમાં નિયમો સાથે મંજુરી આપી હતી અને હવે નવરાત્રીમાં શેરી ગરબાને પણ મંજુરી આપી છે. ત્યારે રાજ્યના મુખ્ય પ્રવાસન સ્થળો પર આજથી વાહન વ્યવહાર વિભાગની બસ સેવાની શરૂઆત થશે.આજે ગાંધી જયંતિના દિવસથી દાંડી, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાવાગઢ સહિતના મુખ્ય પ્રવાસન સ્થાન પર નિગમની નવી બસ સેવાની શરૂઆત થઈ રહી છે
 
વડાપ્રધાન મોદીના વતન વડનગરથી તેમના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની બસની શરૂઆત પણ થઈ રહી છે. સાથે સાથે આવનાર દિવસોમાં નવરાત્રીને ધ્યાનમાં રાખીને ભક્તોના ધસારાને પહોંચી વળવા માટે અમદાવાદથી પાવાગઢ સુધીની બસ શરૂ થઈ રહી છે. ઉપરાંત ગાંધીનગરથી દાંડી તથા અમદાવાદથી વિશ્વ વિખ્યાત ધોળાવીરા સુધીની બસ સેવાની પણ શરૂઆત થઈ રહી છે. હાલ 6438 ટ્રીપનું સંચાલન ચાલી રહ્યું છે. જેની સામે દૈનિક અંદાજે 5 કરોડ જેટલી આવક નિગમને થઈ રહી છે. 
 
અગાઉનાના સમયમાં નિગમની મર્યાદિત અને 50 % પ્રવાસીઓ સાથેના સંચાલનમાં સરેરાશ દૈનિક 2.5 કરોડ આવક થતી. જેથી પાછલા દોઢ વર્ષથી ગુજરાત વાહન વ્યવહાર વિભાગની બસોને કોરોનાના કારણે મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. મર્યાદિત ટ્રીપ અને પ્રવાસીઓ સાથે નિગમની બસમાં સંચાલન થઇ રહ્યું. હતું પરંતુ હવે કોવિડની સ્થિતિનો સુધારો તથા પ્રવાસીઓની સંખ્યા પણ વધી છે અને મોટા પ્રમાણમાં ST બસ સેવાનો લાભ લઇ રહ્યા છે.
 
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરીજનો માટે 7મી ઓક્ટોબરથી નવરાત્રી પર્વ શરૂ થતો હોઈ અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારમાં આવેલ માતાજીના મંદિરો જેવા કે ભદ્રકાળી મંદિર- લાલ દરવાજા., મહાકાળી મંદિર-દુધેશ્વર, ચામુંડામંદિર-અસારવા બ્રિજ નીચે, માતાભવાની વાવ અસારવા, પદમાવતિ મંદિર – નરોડા, ખોડિયાર મંદિર-નિકોલ, હરસિદ્ધમાતા મંદીર રખિયાલ, બહુચરાજીમંદિર-ભુલાભાઈ પાર્ક, મેલડીમાતા મંદિર-બહેરામપુરા, વૈષ્ણોદેવી મંદિર-એસ.જી.હાઈવે, ઉમિયામાતા મંદિર-જાસપુર રોડ, આઈમાતા મંદીર-સુઘડ, હિંગળાજ માતા મંદિર, નવરંગપુરા, વગેરે ધાર્મિક સ્થળોને આવરીને નવરાત્રી ધાર્મિક પ્રવાસ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
 
7 ઓક્ટોબરથી ફકત નવરાત્રી પુરતું સવારના 8-15 થી બપોરના 4-15 સુધી ચલાવવામાં આવશે. તેમાં ટીકીટનો દર પુખ્તવયની વ્યકિત માટે રૂ. 60- તથા બાળકો માટે રૂ.30 રાખવામાં આવેલ છે. આ બસ સેવા પ્રવાસીઓ માંગે તે સ્થળે આપવાની તેમજ જે સ્થળેથી બેસે તે જ સ્થળે પરત ઉતારવાનું નકકી કરવામાં આવેલ છે. આ સેવા જો ગ્રુપમાં મેળવવી હશે તો ઓછામાં ઓછા 40 પ્રવાસી યાત્રિકોનું ભાડું ચૂકવવાનું રહેશે. આ નવરાત્રી ધાર્મિક બસ સેવાનો લાભ લેવા માટે એક દિવસ અગાઉ નીચે દર્શાવેલ ટર્મિનસો ઉપર સવારે 8-૦૦ થી સાંજના 6-૦૦ દરમ્યાન સંબંધિત અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્ના 'બિગ બોસ 19' ના વિજેતા બન્યા, ચમકતી ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ

ગુજરાતી સિંગર કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ, જુઓ વાયરલ વિડીયો

આગળનો લેખ
Show comments