Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, પાવાગઢ, ચોટીલા, વડતાલ, સંતરામ મંદિર 11મીથી, અંબાજી મંદિર 12મીથી ખૂલશે

ગુજરાત
, ગુરુવાર, 10 જૂન 2021 (12:14 IST)
કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખુલશે. જોકે મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે. સોમનાથ મહાદેવ મંદિર 61 દિવસ બંધ રહ્યા બાદ 11 જૂનથી ભાવિકો માટે ખુલી જશે. દ્વારકા મંદિર પણ 11મીથી ખુલી જશે.અંબાજી મંદિર 57 દિવસ બાદ 12 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. જોકે માતાજીનાં દર્શન કરવા આવનારા શ્રદ્ધાળુઓને ગર્ભગૃહ સામે ઊભા રહેવા નહિ દેવાય, તેના બદલે ચાલતાં ચાલતાં જ દર્શન કરવાં પડશે.

જ્યારે પાવાગઢ મંદિર 11 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. એ જ રીતે ચોટીલાનું ચામંડુા માતાજીનું મંદિર પણ 11 જૂનથી દર્શનાર્થે ખુલ્લું મુકાશે.માતાના મઢનું આશાપુરા માતાજીનું મંદિર 11થી ખુલશે. ભાવનગરના ખોડીયાર મંદિર 11મીથી ખુલશે જ્યારે બગદાણાનું બજરંગદાસ બાપાનું મંદિર 15મી પછી ખુલશે. વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર 11મીથી ખુલશે જ્યારે ડાકોર મંદિર અંગે આજે મીટિંગ મળશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહિલા મુસાફરોની સુરક્ષા મુદ્દે પશ્ચિમ રેલવે દ્વારા લાંબા અંતરની 90 ટ્રેનોમાં RPF સ્કોટ કર્મીઓ તહેનાત કરાયા