Webdunia - Bharat's app for daily news and videos

Install App

રસ્તા પર ખાડો ન પુરાતા રાજકોટવાસીઓએ સૂઇને કર્યો અનોખો વિરોધ

Webdunia
બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (16:16 IST)
ગુજરાતમાં ભારે વરસાદ બાદ મોટાભાગના રસ્તાઓ ધોવાઇ ગયા છે અને અનેક જગ્યાએ નાના મોટા ખાડા પડેલા દેખાય છે. આ વાત માત્ર એક જગ્યાની નથી આખા રાજ્યમાં આવો જ હાલ છે. રાજકોટ શહેરના ગ્રીન લેન્ડ ચોકડી પાસે રહેતા સ્થાનિકોએ ખાડામાં સૂઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રાજકોટમાં ભારે વરસાદને કારણે ખાડા પુરવામાં ન આવતા લક્ષ્મણભાઇ બથવાર નામના વ્યક્તિ અને તેમની સાથે અન્ય એક વ્યક્તિએ અનોખો વિરોધ કર્યો છે.  આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. ત્યારે શહેરનાં ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી તંત્રને રજૂવાત કરવા છતાંપણ રોડ પર પડેલા ખાડા પુરવામાં આવ્યા ન હતાં. જેથી 2 નાગરિકે ખાડામાં સૂઈને અનોખો વિરોધ કર્યો છે.લક્ષ્મણભાઈ બથવારા નામના નાગરિકે કીચ્ચડવાળા ખાડામાં સૂઈને ગાબડા બુરી વિરોધ કર્યો હતો. ત્યારે જોવાનું એ છે કે તંત્ર દ્વારા શહેરમાં પડેલા ખાડા ક્યારે બુરવામાં આવે છે.
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આંખો બંધ કરું

Lakheswer Mahadev Temple - લાખેશ્વર મહાદેવ

Bhimashankar- ભીમાશંકર જ્યોતિર્લિંગ કેવી રીતે પહોંચવું

ગુજરાતી જોક્સ - હોઠ પર પટ્ટી

ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલના નિધન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને PM મોદીએ શોક વ્યક્ત કર્યો, જાણો અન્ય નેતાઓની પ્રતિક્રિયા

વધુ જુઓ..

નવીનતમ

Christmas Special Santa Story: સાન્તા ફિનલેન્ડમાં રહે છે, વાર્તા વાંચો

Chinese Garlic - ચાઈનીઝ લસણ આરોગ્ય માટે છે હાનિકારક, જાણો દેશી લસણ અને ચાઈનીઝ લસણ વચ્ચે અંતર અને નુકશાન

Year Ender 2024- Celebrity Kids ના આ યુનિક બાળકોના સુંદર નામ રાખવાનો નવો ટ્રેન્ડ

Prawns fry- પ્રોન ફ્રાયનો મસાલેદાર જાદુ: કેરળનો સ્વાદ, તમારા રસોડામાં!

શ્રદ્ધા કપૂરની ગ્લોઈંગ સ્કિનના સીક્રેટ છે મધ અને દહીંથી બનેલુ આ ફેસ માસ્ક જાણો કેવી રીતે વાપરવું

આગળનો લેખ
Show comments