Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી રિક્ષા પલટી ગઇ, ચાલક નશામાં ધૂત હોવાનો આક્ષેપ

Surat school auto rickshaw accident
, બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (12:17 IST)
સુરતનાં ભેસ્તાન પાસે એક સ્કૂલ ઓટો રિક્ષા પલટી મારી ગઇ હતી. જેમાં બે વિદ્યાર્થીઓની સાથે બે ફાયરનાં જવાન પણ ઘાયલ થયા છે. આ ઇજાગ્રસ્તોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં છે.આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં ભેસ્તાન સિદ્ધાર્થ નગર નહેર પાસે ઘણી જ સ્પીડમાં જતી સ્કૂલ રિક્ષાએ બાઈક સવાર બે ફાયર જવાનોને અડફેટે લીધા બાદ પલટી મારી ગઈ હતી. અકસ્માત થતાંની સાથે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. રિક્ષામાં સવાર વિદ્યાર્થી દિવ્યા કુંદન સિંગ (ઉ.વ. 7) અને દિવ્યાંગ કુંદન સિંગ (ઉ.વ 7) અને ડ્રાઈવર સહિત ચારને બહાર કાઢ્યા હતા. જેમાં રિક્ષા ચાલક દારૂના નશામાં હોવાનાં આક્ષેપો લોકોએ કર્યાં હતાં. જેના કારણે ઉશ્કેરાયેલા લોકોએ રિક્ષા ડ્રાઈવરને ફટકાર્યો હતો.તમામ ચાર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. સ્થાનિક પોલીસે રિક્ષા ડ્રાઈવરની ધરપકડ કરી લઇ જવામાં આવ્યાં હતાં.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હજીરા- ઘોઘા ફેરી સર્વિસનું પીલ્લુ વળી જાય તેવી શક્યતાઓ