Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 14 April 2025
webdunia

કરબલા : ઇરાકમાં મોહરમના જુલૂસમાં નાસભાગ, 31 લોકોનાં મૃત્યુ, અનેક ઘાયલ

ગુજરાત સમાચાર
, બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (10:32 IST)

ઇરાકી અધિકારીઓનું કહેવું છે કે મોહરમ નિમિત્તે નીકળેલા જુલૂસમાં નાસભાગ થવાથી ઓછામાં ઓછા 31નાં મૃત્યુ થયા છે.

ઇરાકના આરોગ્ય વિભાગના પ્રવક્તાએ કહ્યું કે આ નાસભાગમાં 100થી વધારે લોકો ઘાયલ થયા છે.

મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધી શકે છે એમ પણ તેમણે કહ્યું છે.

મોહરમ નિમિત્તે શિયા અને સુન્ની સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર હતા, ત્યારે આ નાસભાગ થઈ.

અહેવાલ મુજબ આશુરા એટલે કે મોહરમ-મહિનામાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા.

આ ભીડમાં એક વ્યકિતને ઠોકર વાગી અને પછી નાસભાગ મચી ગઈ.

ઈસ્લામ ધર્મના પયગંબર મહોમ્મદના નવાસા ઇમામ હુસેનની શહીદીની યાદમાં મહોરમ મનાવવામાં આવે છે.

7મી સદીમાં કરબલાના મેદાનમાં ઇમામ હુસેન અને તેમના 72 પરિવારજનોનું એ સમયના શાસક યઝદની સેના સાથે યુદ્ધ થયું હતું.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટ્રક માલિકે ઓવરલોડિંગ ભારે પડ્યુ, કપાયુ 1.14 લાખ રૂપિયાના દંડ આપવું પડ્યું