Webdunia - Bharat's app for daily news and videos

Install App

જેને રામ રાખે તેને કોણ ચાખે: વેન્ટિલેટરના સહારે જીવનની શરૂઆત કરનાર નવજાત બાળક ૧૪ દિવસમાં કોરોના મુક્ત

Webdunia
શુક્રવાર, 18 ડિસેમ્બર 2020 (11:57 IST)
બાળકનો જન્મ થાય ત્યારે માતાપિતા અને પરિવારજનોની ખુશી ચરમસીમાએ હોય છે. કમનસીબે ભાવિનભાઈ અને સારીકાબેન સોરઠીયાના પરિવારમાં કોરોનાના કારણે બાળકના જન્મની ખુશી અત્યંત પીડાજનક રહી. બાળક હસતું રમતું હોય, તેના બદલે બાળક કોરોના પોઝિટિવ આવતા ઇન્જેક્શનની સોય, પાટા પિંડી અને વેન્ટિલેટરની નળીથી ભરેલું નવજાત બાળકનું શરીર કોઈપણ હિંમતવાનને હચમચાવી દેવા માટે પૂરતું છે. આ પરિસ્થિતિમાં બાળકે નવજીવનની હિંમતભેર શરૂઆત કરી. માત્ર ૧૪ દિવસમાં સિવિલના પીડિયાટ્રિક વિભાગના દેવદૂતોએ બાળક અને તેના પરિવારજનોની આ પીડાનો અંત લાવી ફરી લહેરાવી ખુશીની લહેર. 
 
વાત એમ છે કે,  બાળકના માતા સારીકાબેન સોરઠીયાઅને પિતા ભાવિનભાઈને કોરોના પોઝિટિવ હતો. સારીકાબેન ગર્ભવતી હોઈ તેમને ખાનગી દવાખાનામા સારવાર દરમ્યાન સંજોગોવસાત  પ્રિમેચ્યોર ડીલેવરી કરવી પડી. બાળકનો કોરોના ટેસ્ટ કરાવતા બાળક પણ પોઝિટિવ આવ્યું. આ પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાંથી બાળકને વેન્ટિલેટર સાથે સિવિલના કોવીડ હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવ્યું.
 
જન્મ સમયે બાળકનું વજન માત્ર બે કિલો હતું. બાળકની પરિસ્થિતિ ગંભીર હોઈ સિવિલના બાળકોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની ટીમ દ્વારા તેની ખાસ સારવાર શરુ કરવામાં આવ્યું હોવાનું ડો. કોમલ મેંદપરા જણાવે છે.
 
ડો. કોમલ જણાવે છે કે, બાળકની સારવારમાટે તમામ રીપોર્ટ કરાવવામાં આવ્યા, જેમાં ડી - ડાઈમર, એફ. ફેરિટિનમાં વધુ વેલ્યુઆવતા તેને ખાસ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતાં. શરૂઆતમાં બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું, ત્યારબાદ સ્થિતિ સુધરતા તેને શરૂઆતમાં એર-વે અને ત્યારબાદ ઓક્સિજન પર રાખવામાં આવ્યું હતું. આ સમય દરમ્યાન બાળકને માતાનું દૂધ મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરી. બાળકની રિકવરી ખુબ ઝડપથી થતા ૧૪ દિવસ બાદ તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા પરિવારજનોમાં ખુશીની લહેર પ્રસરી છે.
 
સિવિલ અધિક્ષક ડો. પંકજ બુચના માર્ગદર્શન હેઠળ હાલ બાળકને વિશેષ સારવાર માટે એન.આઈ.સી. ખાતે શિફ્ટ કરવામાં આવ્યું છે. બાળકના પિતા ભાવિનભાઈ અત્યન્ત ખુશી સાથે જણાવે છે કે, મારા બાળકને નવજીવન મળ્યું છે. કોરોના સામે બાળકની કરવામાં આવેલી વિશેષ સારવારથી તેઓ સિવિલના તમામ સ્ટાફનો આભાર માને છે.
 
કહેવાય છે કે ‘‘જેને રામ રાખે તેને કોણ ચાખે’’.આ ઉક્તિને સાર્થક કરતાંજન્મતાં જ કોરોનાગ્રસ્તબાળકે કોરોના જેવી મહામારીને પણ કુદરતે વરસાવેલી અસીમ કૃપા અને દેવદૂત સમાન ડોટર્સની મહેનત વડે મહાત આપી છે. જેણેરાજ્ય સરકારની તંદુરસ્ત બાળકની વિભાવનાઅને બાળકના તંદુરસ્ત ભવિષ્યની પ્રતીતિ કરાવી છે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments