પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ-જામનગર હાઇવે પર ગઇકાલે મોડી રાત્રે ઘંટેશ્વરથી માધાપર જતી સ્કોર્પિયો કારની હડફેટે એક્ટિવા ચાલક આવતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક્ટિવા સવાર યુવકને ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સ્કોર્પિયો કાર ઘંટેશ્વરથી માધાપર ચોક તરફ પસાર થઇ રહી હતી. બીજી તરફ આ જ સમયે ડબલ સવારી એક્ટિવાચાલકો રોંગ સાઈડમાં આવતા ધડાકાભેર કાર સાથે અથડાયા હતા. બંને એક્ટિવા ચાલકો મોબાઈલ ફોન લેવા માટે જઈ રહ્યાં હતાં. અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક તેની ગાડી સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.