Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

BSFની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન આવેલા જવાનનું હાર્ટઍટેકથી મૃત્યુ, અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા

BSF jawan dies of heart attack
, મંગળવાર, 28 નવેમ્બર 2023 (14:17 IST)
BSF jawan dies of heart attack
ગુજરાતમાં હાર્ટ એટેકના કેસો વધુ ચિંતાજનક બની રહ્યાં છે. યુવાનો અને વિદ્યાર્થીઓના હૃદય બંધ પડી જવાથી થતા મોતને લઈને લોકોમા હવે ભય ફેલાયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદરના BSFના જવાનનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું છે. જવાનના અચાનક મૃત્યુથી પરિજનો અને ગ્રામજનો સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આજે BSF દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને મૃતક જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે BSFની ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલા જવાનનું હાર્ટએટેકથી મોત થયું હોવાનું સામે આવી છે. રાહુલ ચૌધરી નામનો જવાન ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન મકડાલા આવ્ચો હતો. રાહુલ ચૌધરી પ્રથમ પોસ્ટિંગ માટે અમદાવાદથી પશ્ચિમ બંગાળ જવાનો હતો. આ દરમિયાન  અમદાવાદથી ફરજ પર જતા સમયે હાર્ટએટેક આવતા જવાનનું મૃત્યુ થયું હતું. દિયોદરના મકડાલા ગામમાં જવાન રાહુલ ચૌધરીના મૃત્યુથી શોકનો માહોલ વ્યાપી ગયો છે. રાહુલ ચૌધરી પ્રથમ પોસ્ટિંગ માટે પશ્ચિમ બંગાળ જાય તે પહેલા જ તેમને હાર્ટઍટેક આવતા તેમનું મોત થયું છે. રાહુલ ચૌધરીના પાર્થિવ દેહને મકડાલા ગામે લવાયો હતો. જ્યાં BSF દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. BSF જવાનની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Uttarkashi Tunnel Rescue Live- 41 મજૂરો થોડા સમયમાં બહાર આવી શકે છે