Webdunia - Bharat's app for daily news and videos

Install App

17 દિવસ બાદ મેઘમહેર, 9 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ, સૌથી વધુ બારડોલી અને કામરેજમાં નોંધાયો

Webdunia
ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (11:16 IST)
બંગાળની ખાડીમાં બનેલા પ્રેશર સિસ્ટમના લીધે ગુજરાત આવતાં બુધવારે 17 દિવસ બાદ ઝમાઝમ વરસાદ શરૂ થયો છે. શહેરમાં 18 કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. સાંજે 6  થી 8 કલાકમાં જ 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સેંટ્ર્લ ઝોનમાં 79 મીમી, વરાછા-એમાં 112 મીમી, રાંદેરમાં 102 મીમી, કતારગામમાં 106 મીમી, ઉઘનામાં 76 મીમી, લિંબાયતમાં 65 મીમી અને અઠવામાં 46 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ગુરૂવારે પણ ભારે વરસાદની સંભાવના છે. 
 
રાજ્યમાં છેલ્લા બે કલાકમાં દક્ષિણ ગુજરાત અને ખાસ કરી સુરતમાં વરસાદનું જોર વધ્યું છે. સૌથી વધુ વરસાદ સુરતના કામરેજ અને બારડોલીમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરતના બારડોલીમાં છેલ્લા બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યારે સુરતના મહુવામાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના રાજ્યના 9 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે જ્યારે રાજ્યના 21 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. 
 
શહેરમાં આ સીઝનમાં 17 જૂનના રોજ 5 ઇંચ, 25 જૂનના રોજ 3 ઇંચ અને 18 કુલાઇએ 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. દિવસ દરમિયાન વાદળ છવાયેલા રહેતા તાપમાનમાં 4 ડિગ્રીથી વધુનો ઘટાડો આવ્યો હતો. આ ઉપરાંત 5 કિમી પ્રતિકલાકની ગતિએ પવન ફૂંકાયો હતો. 
 
હવામાન વિભાગે કરી આગાહી
ભારતીય હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગની અખબારી યાદી અનુસાર 19 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમ જ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 19 ઓગસ્ટે(ગુરુવાર)સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તેમ જ દિવમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. યાદી અનુસાર  કચ્છ અને ઉત્તર ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સુકુ રહેશે. 
 
20 ઓગસ્ટે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ ઉપરાંત દમણ, દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવઈ છે તેમ જ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તેમ જ દિવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવાઈ છે. કચ્છ જિલ્લામાં પણ છુટોછવાયો વરસાદ થઈ શકે છે. 
 
હવામાન વિભાગની યાદીમાં  19 ઓગસ્ટે(ગુરુવાર)દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. યાદીમાં જણાવ્યા અનુસાર 20 ઓગસ્ટે પણ દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ અને તાપીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments