Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં 4 દિવસ વરસાદની આાગહી,દરિયાકાંઠે એલર્ટ જાહેર

Webdunia
ગુરુવાર, 27 જૂન 2024 (12:24 IST)
ગુજરાત રાજ્યમાં પાંચ સાર્વત્રિક વરસાદ રહેશે. જેમાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે મધ્ય ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનને લીધે વરસાદ રહેશે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તથા દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

28 જુન સુરત તથા નવસારી, વલસાડ, તાપી, દમણ તથા દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 29 જૂને ભરૂચ, સુરત, નવસારી તથા વલસાડ અને તાપી તથા દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. 30 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.
 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ગુરૂવારે (27-06-24)પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા તથા છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ તથા જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ તથા કચ્છ અને દીવમાં વરસાદની આગાહી કરાઇ છે. આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તેમાં દરિયાઈ વિસ્તારમાં 35થી 55 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાવાની શક્યતા છે. તેમજ 27 જૂન ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા જામનગર, પોરબંદર, જુનાગઢ તથા અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માછીમારો માટે ચેતવણી આપતા જણાવ્યુ છે કે, આજે ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવો. દરિયાકાંઠે 35થી 45 પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. અહીં મહત્તમ પવન 55 કિમીની ઝડપ સુધીનો ફૂંકાઇ શકે છે.હવામાન ખાતાએ ગુજરાતમાં ચોમાસા અંગે જણાવ્યુ છે કે, સેન્ટ્રલ ગુજરાત પર સર્ક્યુલેશ સિસ્ટમ બનેલી છે તેના કારણે આજે ભારે વરસાદ થવાનો છે. ચોમાસું મુંદ્રાથી મહેસાણા સુધી પહોંચ્યુ છે. ત્રણ ચાર દિવસોમાં ચોમાસું આખા ગુજરાતને આવરી લેશે તેવી શક્યતા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - હું મૂર્ખ છું.

ગુજરાતી જોક્સ - તું કેટલો મૂર્ખ છે

ગુજરાતી જોક્સ - આખા પરિવારનો ખર્ચ

હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય દ્વારા અભિનિત ગુજરાતી ફિલ્મ ‘તારો થયો 17 જાન્યુઆરીએ રીલિઝ થશે

Baidyanath Jyotirlinga Temple- વૈદ્યનાથ જ્યોતિર્લિંગ

વધુ જુઓ..

નવીનતમ

Chicken curry - સ્વાદિષ્ટ ચિકન કરી બનાવવાની સરળ રીત, સ્વાદ એવો છે કે તમે તેને ખાવા લલચાશો.

Rum Cake Recipe - રમ કેક રેસીપી

National Mathematics Day 2024 : ગણિત દિવસ 22 ડિસેમ્બરે કેમ ઉજવવામાં આવે છે?

Dehydration Symptoms - શું તમે પણ શિયાળામાં પાણી ઓછું પીવો છો ? આ 5 લક્ષણ બતાવી દેશે શરીરમાં થઈ રહી છે પાણીની કમી

શિયાળામાં આ ઉંમરના લોકોએ રહેવું સાવધ, નહિ તો બની જશો હાર્ટ એટેકનાં શિકાર, જાણો કેવી રીતે પોતાની બચવું

આગળનો લેખ
Show comments