Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અંબાજીમાં ભારે વરસાદથી પાણી ભરાયા, ગોંડલ અંડરબ્રિજમાં વાહનો ફસાયા, બનાસકાંઠામાં અનાજ પલડ્યું

rain in gujarat
, બુધવાર, 26 જૂન 2024 (18:29 IST)
rain video
rain in gujarat

રાજ્યમાં મધ્ય ગુજરાત પર સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય બનતા આજે રાજ્યના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
webdunia
rain in gujarat

ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં 35 થી 45 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આજે બપોરના સમયે યાત્રાધામ અંબાજીમાં તો જાણે આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી હતી. ધોધમાર વરસાદના કારણે યાત્રાધામના રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા હતા. કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓ જે વાસણ હાથ લાગ્યું તે લઈ પાણી ઉલેચતા જોવા મળ્યા હતા.ગોંડલમાં અઢી ઇંચ વરસાદ પડતા જ ગોંડલ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી ગઈ છે. લાલ પુલ અને ઉમવાળા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ઉમવાળા અંડરબ્રિજમાં સ્કૂલ બસ અને ટ્રેકટર ફસાયું હતું.સુરત શહેરમાં બે દિવસના વિરામ બાદ વરસાદે ફરી પધરામણી કરી છે. વરાછાથી લઈને વેસુ સુધી હળવો વરસાદ નોંધાયો હતો. ત્રણ દિવસ વરસાદ બાદ બે દિવસ આકરો બફારો થઈ રહ્યો હતો. જોકે આજે બપોર બાદ વરસાદના પગલે વાતાવરણ થોડી ઠંડક પ્રસરતા શહેરીજનોએ રાહત અનુભવી હતી. સુરત શહેરમાં સિઝનનો કુલ વરસાદ 2.8 ઇંચ થયો છે. સિઝનમાં સરેરાશ વરસાદ 55 ઇંચ પડે છે. હવામાન વિભાગે આજે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેથી બપોર બાદ સુરત શહેરનું આકાશ કાળા ડિબાગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. આ સાથે જ વરાછાથી લઈને વેસુ સુધી તમામ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
webdunia
rain in Ambaji

પાલનપુર ગ્રામ્યના માલણ, વાસણ, ધાણધા, અલીગઢ, કરજોડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. માલણ ગામના મોદીવાસમાં તો ઘરોની અંદર વરસાદી પાણી ઘૂસ્યા હતા.બનાસકાંઠાના ભીલડી માર્કેટ યાર્ડમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થઈ રહ્યો છે. જેના કારણે માર્કેટ યાર્ડમાં અનાજ લઈને આવતા ખેડૂતોને પણ વ્યાપક મુશ્કેલીઓ નો દર વર્ષે સામનો કરવો પડે છે, ત્યારે આ વર્ષે પ્રથમ વરસાદમાં જ માર્કેટ યાર્ડ માં પાણી ભરાઈ જતા ખુલ્લામાં પડેલી અનાજની બોરીઓ પળડી જવા પામી છે. જેથી માર્કેટ યાર્ડમાં ભરાઈ જતા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસ એક્શનમાંઃ360 ડીગ્રીના 1278 CCTV કેમેરા લગાવ્યા