Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડાપ્રધાન મોદી આજે છોટા ઉદેપુર ખાતે 5206 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે

Webdunia
બુધવાર, 27 સપ્ટેમ્બર 2023 (07:56 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના છોટા ઉદેપુર જિલ્લા ખાતે 5206 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શિક્ષણનું સ્તર વધુ ને વધુ બહેતર બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે, ત્યારે વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 4505 કરોડના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. આ ઉપરાંત, વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત 4505 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ યોજના અંતર્ગત 1426 કરોડના કામોનું લોકાર્પણ અને 3079 કરોડના કામોનું ખાતમુહુર્ત કરવામાં આવશે, જેમાં 9088 નવીન વર્ગખંડો, 50,300 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 19,600 કોમ્પ્યુટર લેબ્સ, 12,622 વર્ગખંડોનું અપગ્રેડેશન તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે. વડાપ્રધાન 22 જિલ્લાઓના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરશે. આ માટે 60 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત, 277 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, 251 કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગ તેમજ 80 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. દાહોદ ખાતે 23 કરોડના ખર્ચે નવોદય વિદ્યાલય તેમજ 10 કરોડના ખર્ચે FM રેડિયો સ્ટુડિયોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

Meladi maa mandir- દ્વિમુખી મેલડી માતાનું મંદિર રાજકોટ્

કચ્છ રણ ઉત્સવથી માત્ર 150 કિમીની અંદર છે, આ 3 સારા સ્થળો તમે મુલાકાત લઈ શકો છો

ગુજરાતી જોક્સ - રાયતા ફેલાવવા છે

ગુજરાતી જોક્સ - શ્રી કૃષ્ણ

વધુ જુઓ..

નવીનતમ

શા માટે લગ્નમાં વર-કન્યા એકબીજાને વરમાળા પહેરાવે છે, શું તમે જાણો છો આ રિવાજ પાછળનું કારણ?

Rose Day 2025- Rose Day પરઆ સુંદર ડ્રેસને સ્ટાઇલ કરો, જુઓ ડિઝાઇન

ગ્રીન ટી શૉટ ઘરે જ તૈયાર કરો, તમને સ્વાદની સાથે પોષણ પણ મળશે.

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

Essay on Artificial Intelligence અથવા AI નુ ભવિષ્ય, તકો અને સંકટ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમા AI ના યોગદાન પર નિબંધ

આગળનો લેખ
Show comments