Webdunia - Bharat's app for daily news and videos

Install App

પતિ સાથે નોકરી કરવાની ઈચ્છા ધરાવતી ગર્ભવતી મહિલા પોલીસનું અકસ્માતમાં નિધન

Webdunia
મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (12:18 IST)
વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકમાં ખડકી બીટમાં છેલ્લા બે વર્ષથી એએસઆઈ તરીકે ફરજ બજાવતા અનિલાબેન ભાવેશભાઈ ચૌધરી (29) (રહે. માંડવી)ના પતિ ભાવેશભાઇ ચૌધરી બારડોલી પોલીસ મથકમાં રાઇટર તરીકે ફરજ બજાવે છે. તેમના લગ્નને એક વર્ષ પૂરૂ થયું છે. મહિલા એએસઆઇ ગર્ભવતી અને નવમો મહિનો ચાલે છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતી ગર્ભવતી મહિલા પોલીસ કર્મચારી બારડોલી પોલીસ મથકમાં ફરજ બજાવતા પતિ સાથે નોકરી કરવાનું સ્વપ્ન લઇ બદલી કરાવીને સોમવારે સુરત એસપી ઓફિસથી ઓર્ડર લઇને કારમાં પરત ફરતી હતી. આ દરમિયાન પલસાણાના તરાજ ગામની સીમમાં સાંજના સમયે પાછળથી કોઇ વાહન ચાલકે કારને ટક્કર મારતા ડિવાઇડર કૂદીને સામેના ટ્રેક પર સ્વીફટ કાર સાથે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં ગર્ભવતી મહિલા પોલીસનું સ્થળ પર જ મોત થતા પતિ સાથે ફરજ બજાવવાનું સ્વપ્ન રોળાયું છે. જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અકસ્માતની ઘટનાથી પોલીસબેડામાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments