ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કર્યા બદલ આજે હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ સુનાવણી થઈ હતી. હેલ્મેટ મામલે રાજ્ય સરકારને નોટીસને આપવામાં આવી હતી અને સોગંદનામું રજૂ કરવા આદેશ કરાયો હતો. સરકારે ગુજરાતમાં હેલ્મેટ પહેરવું મરજીયાત નથી કરાયું, ફરજિયાત જ છે તેમ જણાવ્યું હતું. સરકારે કહ્યું પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું ફરજિયાત છે. કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ રજૂ કરવા આદેશ કર્યો હતો. આ પહેલા કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શહેરી વિસ્તારોમાં હેલ્મેટને મરજીયાત કરતો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ મોટર વિહીકલ એક્ટ 2019ના વિરુદ્ધમાં ગુજરાત સરકાર દ્વારા જનતાને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. સેન્ટ્રલ મોટર વ્હિકલ એક્ટ 1988 સેક્શન 129 મુજબ ટુ વ્હિલર ચલાવનાર અને પાછળ બેસનાર વ્યક્તિ બંનેએ ફરજીયાત હેલ્મેટ પહેરવાનું હોય છે. જેમાંથી 4 વર્ષ સુધીના બાળકો અને સુખ સમુદાયને આ કાયદામાંથી મુક્તિ આપવામાં આવેલી છે. જે નિયમમાં સુધારો કરીને રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989માં ટુ વ્હિલર પાછળ બેસવાવાળી લેડીસ અને 12 વર્ષ નીચેના બાળકોને હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે. અન્ય રાજ્યોમાં જયારે વાહન ચાલકોની સુરક્ષા હેતુ વાહન ચાલક અને પાછળ બેસવા વાળા બંનેને હેલ્મેટ ફરજીયાત હોઈ છે, ત્યારે ગુજરાતમાં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ કેમ?