Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગિફટ સિટી ઝડપભેર ફાયનાન્સિયલ વર્લ્ડનું પાવર હાઉસ બની રહ્યું છે : મુખ્યમંત્રીશ્રી

Webdunia
બુધવાર, 14 ફેબ્રુઆરી 2018 (21:42 IST)
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વાસ વ્યકત કર્યો છે કે ગિફટ સિટી હવે ઝડપભેર ફાયનાન્સિયલ વર્લ્ડનું પાવર હાઉસ બની રહ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તત્કાલિન મુખ્યમંત્રી તરીકે ગિફટ સિટીના નિર્માણથી ગુજરાતને માત્ર નાણાં સંસ્થાઓ જ નહિ પરંતુ કોમોડિટી એકસચેન્જ, શેર ટ્રાન્ઝેકશન્સસ, ડેરીવેટીવ્ઝ અને આંતરરાષ્ટ્રિય સ્ટોક માર્કેટનું હબ બનાવવાનું સેવેલું સપનું હવે સાકાર થયું છે. ગિફટ સિટીમાં યસ બેન્કના IFSC ન્યૂ હેડકવાર્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ સાથે યસ બેન્કના યુ.એસ.ડી. બોન્ડ ઇસ્યુઅન્સ અને આઇ.એન.એકસ.નો બેલ વગાડી શુભારંભ કરાવ્યો હતો.  

રૂપાણીએ યસ બેન્કને ર વર્ષના ટૂંકા સમયગાળામાં ર બિલીયન અમેરિકી ડોલરના નાણાં કારોબાર માટે અભિનંદન પાઠવ્યા હતા. અન્ય બેન્કો માટે આ ઘટના પ્રેરણારૂપ બનશે તેવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇના નેતૃત્વની કેન્દ્ર સરકારે વર્તમાન બજેટમાં ગિફટ સિટી માટે જે વિશેષ પ્રોત્સાહનો આપ્યા છે તે ગુજરાતને દેશના નવા આર્થિક કેન્દ્રના રૂપમાં વધુ વ્યાપક સ્તરે વિકસીત કરશે. તેમણે જણાવ્યું કે, દેશની કુલ વસ્તીના પાંચ ટકા વસ્તી ધરાવતું ગુજરાત દેશના અર્થતંત્રના વિકાસમાં સાત ટકાથી વધુ યોગદાન આપી રહ્યું છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments