Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર ઈનિંગ, વડોદરામાં ગણેશ પંડાલોમાં પાણી ભરાયાં

Webdunia
સોમવાર, 28 ઑગસ્ટ 2017 (11:12 IST)
આજે સવારથી વડોદરા શહેરમાં વરસાદની ફરી એન્ટ્રી થઇ છે. જેને કારણે નોકરી-ધંધા પર જતાં લોકો અટવાઇ ગયા હતા. સાથે ભારે વરસાદને કારણે ગણેશ પંડાલોમાં  પાણી ભરાઇ જવાને કારણે ગણેશ મહોત્સવના આયોજકો પણ અટવાઇ ગયા છે. વડોદરા શહેરમાં ગત 24 કલાકમાં 50 મિ.મી જેટલો વરસાદ નોંધાયો હતો.  વડોદરા શહેરમાં સીઝનનો 32 ઇંચ જેટલો વરસાદ પડી ચૂકયો છે. એટલે કે સીઝનનો 60 ટકા ઉપરાંત વરસાદ નોંધાઈ ચૂકયો છે. શહેર ઉપરાંત જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. ઠંડા પવનો ને વરસાદને કારણે શહેરમાં મહત્તમ તાપમાન ગગડીને 29.6 ડિગ્રી થતાં ગરમીથી શહેરીજનોને રાહત થઇ હતી. હવામાન વિભાગે સતત ત્રણ દિવસ સુધી વરસાદની અગાહી કરી છે. વડોદરા શહેરમાં ખાબકેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. શહેરના કારેલીબાગ, માંજલપુર, માંડવી, વાઘોડિયા રોડ, અલકાપુરી, સુભાનપુરા, ગોરવા, ગેંડાસર્કલ, રેસકોર્સ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. ભેજનું પ્રમાણ સવારે 90 ટકા અને સાંજે 92 ટકા નોંધાયું હતું. ભારે વરસાદના કારણે ઘણા ગણપતિ મંડપોમાં પાણી ભરાઈ ગયાં હતાં. વિતેલા 24 કલાકમાં શહેરમાં 2 ઈંચ વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આંખો બંધ કરું

Lakheswer Mahadev Temple - લાખેશ્વર મહાદેવ

Bhimashankar- ભીમાશંકર જ્યોતિર્લિંગ કેવી રીતે પહોંચવું

ગુજરાતી જોક્સ - હોઠ પર પટ્ટી

ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલના નિધન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને PM મોદીએ શોક વ્યક્ત કર્યો, જાણો અન્ય નેતાઓની પ્રતિક્રિયા

વધુ જુઓ..

નવીનતમ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

Benefits of Tulsi Leaves - તુલસીના પાન સ્વાસ્થ્ય માટે લાભકારી, આ રીતે કરશો સેવન તો ડાયાબિટીસ થશે કંટ્રોલ અને લીવરને કરશે ડિટોક્સીફાઈ

Christmas Special Santa Story: સાન્તા ફિનલેન્ડમાં રહે છે, વાર્તા વાંચો

Chinese Garlic - ચાઈનીઝ લસણ આરોગ્ય માટે છે હાનિકારક, જાણો દેશી લસણ અને ચાઈનીઝ લસણ વચ્ચે અંતર અને નુકશાન

આગળનો લેખ
Show comments