Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોશિયલ મીડિયા પર રેપિસ્ટ બાબા રામ રહીમ અને કોહલીની તસ્વીરો થઈ રહી છે વાયરલ

સોશિયલ મીડિયા પર રેપિસ્ટ બાબા રામ રહીમ અને કોહલીની તસ્વીરો થઈ રહી છે વાયરલ
નવી દિલ્હી. , શનિવાર, 26 ઑગસ્ટ 2017 (15:17 IST)
ગુરમીત રામ રહીમ પર યૌન શોષણના મામલે પંચકુલા કોર્ટે નિર્ણય સંભળાવતા તેમને દોષી કરાર આપ્યા છે. આ નિર્ણય પછી લોકોની સતત સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આવી રહી છે અને આ દરમિયાન ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ  કોહલીની એક તસ્વીર ઝડપથી વાયરલ થઈ રહી છે. 
 
વિરાટની સાથે ફોટો થઈ રહી છે વાયરલ 
 
વાયરલ થયેલી આ તસ્વીરમાં બાબા રામ રહીમ સાથે વિરાટ કોહલી જોવા મળી રહ્યા છે. જો કે આ તસ્વીર ખૂબ જૂની છે.  આ ઉપરાંત એક ખૂબ જ રોચક વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.  જેમા બાબા એ વાતનો ખુલાસો કરી રહ્યા છે કે તેમણે ભારતીય કપ્તાન વિરાટ કોહલીને ક્રિકેટ રમતા શીખવાડ્યુ છે. 
 
દોષી રામ રહિમ સિંહે કર્યો હતો વિરાટને ક્રિકેટ શીખવાડવાનો દાવો 
 
ઉલ્લેખનીય છે કે આ વીડિયોમાં ડેરા સચ્ચા સૌદા પ્રમુખ સિંગર અને ડાયરેક્ટર ગુરમીત રામ રહીમ સિંહે દાવો કર્યો હતો કે તેમણે વિરાટ કોહલીને રમત શીખવાડ્યુ છે.  વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે મને સ્પોર્ટ્સમાં A ટૂ Z માહિતી છે. મે 32 નેશનલ ગેમ રમી છે. એટલુ જ નહી મે અનેક ખેલાડીઓને કોચિંગ પણ આપી છે.  જેમને ભારત માટે મેડલ જીત્યા છે. રહીમે એક ઈંટરવ્યુમાં કહ્યુ હતુ કે તેમની પાસે એ વીડિયો પણ છે જેમા તેઓ કોહલીને ક્રિકેટ શિખવાડી રહ્યા છે.  એટલુ જ નહી તેમણે તો એવુ પણ કહ્યુ કે વિજેન્દ્ર સિંહ, શિખર ધવન આશીષ નેહરા, યુસુફ પઠાણ પણ તેમની પાસે સલાહ લેવા આવતા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તરણેતરના મેળાને સ્વાઈન ફૂલની અસર: મુલાકાતીઓની પાંખી હાજરી