Biodata Maker

વેપારીઓના ખેલથી કેસર કેરીનો ભાવ 40 ટકા જેટલો વધી ગયો

Webdunia
શુક્રવાર, 15 જૂન 2018 (17:20 IST)
મોટા ભાગના લોકોનું પ્રિય ફળ કેરીની સિઝન હવે પૂરી થવાના આરે છે ત્યારે સિઝનના અંત પહેલાં ગીરની કેસર કેરી ખાઇ લેવા ઇચ્છતા સ્વાદ રસિયાઓને ભાવવધારાનો ઝટકો પડયો છે. તાલાલા માર્કેટ યાર્ડમાં વિધિવત્ કેરીની હરાજી બંધ થવાને પગલે કેરીના બોકસમાં સીધો પ૦ ટકાનો ભાવ વધારો નોંધાયો છે. ગીર ઉપરાંત ભાવનગરની નજીકથી આવતી સોસિયાની કેસરનો પણ ભાવ બોકસ દીઠ ૪૦ ટકા વધ્યો છે. માત્ર એક જ દિવસમાં કેરીના ભાવમાં બોકસ દીઠ રૂ.૩૦૦થી ૪૦૦નો ભાવવધારો થતાં સ્વાદ રસિયાઓ નિરાશ થયા છે. જોકે કેસર કેરીના કિલો દીઠ ભાવમાં પણ એટલો જ ભાવવધારો નોંધાયો છે. કિલો દીઠ રૂ.૮૦થી ૧૦૦માં મળતી કેસર કેરીના ભાવ હવે રૂ.૧ર૦થી ૧પ૦એ પહોંચ્યા છે. ભીમ અગિયારશે કેરી માટેનો ઉત્તમ તહેવાર છે. હજુ અગિયારશને આડે નવ દિવસનો સમયગાળો બાકી છે. આ વર્ષે અધિક માસ આવવાના કારણે અગિયારશ મોડી છે અને તે પહેલાં જ કેરીની આવકની સામે માગમાં વધારો થતાં કેરીના ભાવમાં બમણો ઉછાળો આવ્યો છે. કેરીની આવક ઘટી છે. હાલમાં તલાલા માર્કેટ યાર્ડમાં કેરીની હરાજી બંધ થયા પછી ઊના, વલસાડ, સુરત, નવસારી, તળાજા, મહુવાથી કેરીની પાંખી આવક છે. ઘટતી આવક અને માગ વધારાના પગલે નાની કેરીના રૂ.૭૦૦ના બદલે રૂ.૧,૦૦૦ અને મોટી કેરીના રૂ.૧,૦૦૦ના બદલે રૂ.૧૪પ૦ સુધી ભાવ બોલાઇ રહ્યા છે. આમ છતાં જતી સિઝનમાં પણ મોંઘી કેરી ખાનારો એક ચોક્કસ વર્ગ છે. આ વર્ષે કેરીના પાકને વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે ઉત્પાદન ઘટયું છે. તેના કારણે ભાવો સિઝન શરૂ થયાથી શરૂ કરીને પૂરી થવા સુધી ૧૦ કિલોના બોકસ દીઠ રૂ.પ૦૦થી ૭૦૦ એક સરખા રહ્યા છે. ફુલ સિઝનમાં પણ ભાવ ઘટયા નથી ત્યરે શરૂઆતી સિઝનમાં જેમ ભાવ ઊંચા બોલાયા છે તેવી જ રીતે ઊતરતી સિઝનમાં પણ ભાવમાં ઉછાળો આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કાળી ઈલાયચી ખાવાથી શું થાય છે ? આરોગ્ય માટે વરદાન, દૂર થઈ શકે છે ગેસ-બ્લોટિંગની તકલીફ

Paneer Corn Sandwich નાસ્તામાં પનીર કોર્ન સેન્ડવિચ બનાવો

હક્કા નૂડલ્સમાં હક્કાનો મતલબ શુ છે ? જાણો નોર્મલ નૂડલ્સથી આ કેવી રીતે અલગ છે

Kids story sparrow- હોશિયાર ચકલી

ડિલિવરી પછી શું કરવું જોઈએ, આ 5 વસ્તુઓ છે ખૂબ લાભકારી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મારા જેવા દેખાય છે

ગુજરાતી જોક્સ -બેસ્ટ જોક્સ

Aakhri Sawal Teaser: સંજય દત્ત ઉકેલશે ઈતિહાસનો નહી ઉકેલાયો આખરી સવાલ, RSS અને બાબરી મસ્જિદ પર થશે વાત, ટીઝર સાથે આવી નવી રિલીઝ ડેટ

ગુજરાતી જોક્સ -એક દારૂડિયા- શહેરની સૌથી સુંદર સ્ત્રી

'ભૂત બંગલા' એ અક્ષય કુમાર અભિનીત બીજી મોટી ફિલ્મ, જે ધુરંધર 2 કરતા નાની અને તેને જોવામાં લાગશે આટલા કલાક

આગળનો લેખ
Show comments