Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિધાનસભામાં મહેસૂલ મંત્રીએ આપ્યો જવાબ, ઝડપી અને સરળીકરણ માટે પોલિસી અને પેપરવર્ક રિફોર્મ અપનાવાયા છે

Webdunia
મંગળવાર, 10 ડિસેમ્બર 2019 (16:23 IST)
ઝડપી અને સરળીકરણ માટે પોલિસી અને પેપરવર્ક રિફોર્મ અપનાવાયા છે, મહેસૂલ મંત્રીએ આપ્યો જવાબ
 
ગુજરાત સરકારે રાજ્યના તમામ વિભાગોની કામગીરી સરળ, ઝડપી, કોમ્પ્યુટરાઇઝ્ડ અને લોકાભિમુખ બનાવી છે. ખાસ કરીને રાજ્યના મહેસૂલ વિભાગમાં વધુ ઝડપ અને સરળીકરણ માટે પોલિસી અને પેપરવર્ક રિફોર્મ અપનાવ્યા છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં તમામ નોંધોનો સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવેલ છે. ૯૦ દિવસથી વધુ સમયમર્યાદા વાળી એકપણ નોંધ બાકી રહેવા પામેલ નથી તેમ આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા અમરેલી જિલ્લામાં હક્કપત્રક નોધોના નિકાલ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું.
 
કૌશિક પટેલે કહ્યું હતું કે, આ ઉપરાંત કચ્છ જિલ્લામાં વારસાઇ હક્ક માટે છેલ્લા બે વર્ષમાં તા.૩૦ સપ્ટેમ્બર-૨૦૧૯ની સ્થિતિએ કુલ ૧૦,૦૯૬ અરજીઓ આવી હતી જેમાંથી ૧૦,૦૯૫ અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે. બાકી રહેલ એક અરજી તકરારી હોવા બાબતની જાણકારી આપેલ છે. ગત તા. ૨૨  નવેમ્બર-૨૦૧૯ના રોજ મહાત્મા મંદિર ખાતે ‘મહેસૂલમાં ક્રાંતિ’ નામનો કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં મહેસૂલ ક્રાંતિ અંતર્ગત  i-ORA હેઠળ હક્કપત્રક સહિત વિવિધ ૧૧ પ્રકારની નોંધો કોમ્પ્યુટરાઇઝ્ડ ઓનલાઇન કરવામાં આવી છે. 
 
આજે મહેસૂલ ક્રાંતિ હેઠળ ૬, ૭, ૮ અને ૧૨-અની નોંધો વધુ  સુરક્ષિત બની છે. ૮ કરોડથી વધુ પાનાઓને કોમ્પ્યુટરાઇઝ્ડ કરાયા. ખૂબ જ ઝડપથી એન.એ.ની મંજૂરી અપાય છે. આ ઉપરાંત, પ્રજાહિતમાં લોકોની જરૂરિયાત મુજબ આગામી સમયમાં પણ આવશ્યક સુધારા વધારા કરવા અમે કટિબદ્ધ છીએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત ATS એ કરી મોટી કાર્યવાહી, પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલ આરોપીને પકડ્યો, કોસ્ટ ગાર્ડની સૂચનાઓ મોકલી રહ્યો હતો પાકિસ્તાન

ગુજરાતના ખેડૂતોની આ માંગને સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી પુરી, લીધો આ મોટો નિર્ણય

ચાલતી એંબુલેંસમાં 16 વર્ષની છોકરીથી દુષ્કર્મ બેન અને જીજા પણ શામેલ મઉગંજ

5 ધોરણ નાપાસ... 30 દિવસમાં 5 હત્યા અને 3 બળાત્કાર; જાણો કેવી રીતે ગુજરાતનો 'સિરિયલ કિલર' પોલીસના હાથે ઝડપાયો?

બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિર પર પ્રતિબંધ મૂકવાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી

આગળનો લેખ
Show comments