Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

DPS: વાલીઓની ચિંતા વધી માર્ચ પછી 850 વિદ્યાર્થીઓએ એડમિશન ક્યાં લેવું?

DPS: વાલીઓની ચિંતા વધી માર્ચ પછી 850 વિદ્યાર્થીઓએ એડમિશન ક્યાં લેવું?
, મંગળવાર, 10 ડિસેમ્બર 2019 (12:39 IST)
દિલ્હી પબ્લિક સ્કૂલની માર્ચ  પછીની જવાબદારી અંગે આજે ગુજરાત વિધાનસભામાં સરકાર તરફથી કોઈ જ સ્પષ્ટતા કરવામાં ન આવતા વાલીઓ નારાજ થયા છે. દિલ્હીમાં અરવિન્દ કેજરીવાલે સરકારી શાળાઓની જવાબદારી લઈને તેના શિક્ષણની શિકલ ફેરવી નાખી તે જ રીતે ગુજરાત સરકાર ખાનગી શાળાની જવાબદારી લઈને મસમોટી ફી લેતી ખાનગી શાળાઓમાં  ઓછા ખર્ચે સારૂ શિક્ષણ આપી શકાય તે માટેનો એક દાખલો બેસાડી શકી હોત, પરંતુ ગુજરાત સરકારે આ તક  ગુમાવી છે.  તેને પરિણામે આગામી માર્ચ મહિના બાદ દિલ્હી પબ્લિક સ્કૂલ-ડીપીએસના 850 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓએ આગામી માર્ચ પછી નવી શાળામાં પ્રવેશ લેવા માટે નવેસરથી જફા કરવી પડશે. સીબીએસઇ બોર્ડ માત્ર ધોરણ 1થી 12 માટે જ એફિલિયેશન આપે છે. તેમ છતાંય પ્રી પ્રાઈમરીના વર્ગો પણ સીબીએસઈના જ હોવાનું જણાવીને વાલીઓ પાસે શાળાઓએ મોટી ફી ઉઘરાવી લે છે. આ એક ગુનાઈત કૃત્ય છે. આ ગુનાઈત કૃત્ય આચરનાર શાળાઓ સામે પગલાં લેવામાં અને ગુનેગારોને સજા કરાવવામાં ભાજ સરકાર નિષ્ફળ ગઈ છે. પ્રી પ્રાઈમરીથી જ પહેલા ધોરણમાં સીટ રિઝર્વ કરીને આ શાળાઓ ડાનેશન ઉપરાંત તગડી ફી વસૂલતી આવી છે. તેને કારણે તેમાં ભણતા વિદ્યાર્થીઓના હિતની જાળવણી પણ થઈ નથી.  પેરેન્ટ્સ એકતા મંચે સરકારના આ વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે. સરકાર ડીપીએસ સ્કૂલનું સંચાલન કાયમને માટે પોતાના હાથમાં લેવું જોઈએ. માર્ચ મહિના પછી વાલીઓએ નવી શાળામાં એડમિશન લેવા માટેની દોડધામ ન કરવી પડે તેની તકેદારી રાખવી જોઈએ. તેમ ન કરવામાં આવે તો સરકારમાં વાલીઓને વિશ્વાસ રહેશે નહિ અને તેની અસર આવનારી ચૂંટણીમાં વોટિંગ પર પડશે. અમદાવાદમાં સીબીએસઈની 3 સ્કૂલ છે, જ્યારે જરૂરિયાત 15 સ્કૂલની છે. તેથી સરકારે આ શાળાના માધ્યમથી એક દાખલો બેસાડવો જોઈએ. બીજી તરફ મોટી રકમના ડોનેશન લઈને પ્રીપ્રાઈમરીમાં એટલે કે જુનિયર અને સિનિયર કે.જી.માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને તેમને જ ત્યારબાદ પહેલા ધોરણમાં પ્રવેશ આપવાની પ્રથાને અનુસરવામાં આવતી હોવાથી રાઈટ ટુ એજ્યુકેશન હેઠળના વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત થઈ રહ્યા છે. આ સંજોગોમાં પ્રી પ્રાઈમરીમાં એડમિશન લેનારાઓને પહેલા ધોરણમાં સીધો પ્રવેશ આપી દેવાને બદલે તેમને પણ અન્ય વિદ્યાર્થીઓ સાથે ફોર્મ ભરવાની ફરજ પાડીને લોટરી સિસ્ટમથી એડમિશન આપવાની શરૂ કરી દેવામાં આવે તો ખાનગી શાળાઓ દ્વારા બેફામ લેવાતા ડોનેશન પર બ્રેક લાગી જશે. તેમ જ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ 25 ટકા બેઠકો પર પ્રવેશ મેળવવાનો અિધકાર ધરાવતા વિદ્યાર્થીઓ માટે ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવાનો રસ્તો ખુલ્લો રહેશે.  રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળાના દરેક વર્ગમાં રાખવાની થતી 25 ટકા રિઝર્વ બેઠક પર ગરીબ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવાથી વંચિત રહી જાય છે. આ સંજોગોમાં પ્રી પ્રાઈમરીના જ બાળકોને પહેલા ધોરણમાં પ્રાયોરિટીને ધોરણે પ્રવેશ આપવાની વ્યવસૃથા બંધ કરાવી દેવાની માગણી પેરેન્ટ્સ એકતા મંચ તરફથી કરવામાં આવી રહી છે. પહેલા ધોરણમાં પ્રવેશ આપવા માટે ડ્રો સિસ્ટમને અનુસરવાની પણ તેમણે માગણી કરી છે. ખાનગી શાળાના સંચાલકો આિર્થક લાભ મેળવવા માટે રાઈટ ટુ એજ્યુકેશનની જોગવાઈ હેઠળ પ્રવેશનો અિધકાર મેળવતા બાળકોના અિધકાર પર તરાપ મારી રહ્યા છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાહન ચલાવીને જતી યુવતીની રાજકોટમાં સરેઆમ છેડતીઃ બેની ધરપકડ