Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીનગરમાં માથાભારે મહિલાએ દુકાનમાં ઘૂસીને વેપારીને લાફા ઝીંકી દીધા

Webdunia
શુક્રવાર, 22 જુલાઈ 2022 (16:15 IST)
ગાંધીનગરમાં માથાભારે ઈસમ તરીકેની છાપ ધરાવતાં કમરૂદિનની પત્નીએ પણ નજીવી બાબતે સેક્ટર-21 ડિસ્ટ્રીક્ટ શોપિંગનાં ભરબજારમાં સાડીના વેપારીને ત્રણ લાફા ઝીંકી દઈ મર્ડર કરવાની પણ ધાક ધમકી આપી હતી. ત્યારે પત્નીનું ઉપરાણું લઈને માથાભારે ઈસમે પણ સાગરિતો સાથે બજારમાં પહોંચી જઈ ભયનો માહોલ ઉભો કર્યો હતો.

જેથી વેપારીને દુકાન અંદરથી બંધ કરી દેવાની નોબત આવી હતી. આ મામલે સેકટર-21 પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ગાંધીનગરના સેકટર-22 આનંદ વાટિકા સોસાયટીમાં રહેતા વીંકેશ વસંતભાઈ શેઠ સેકટર-21 ડિસ્ટ્રીક્ટ શોપિંગમાં રૂપશ્રી સાડી નામની દુકાન ચલાવે છે. જેની દુકાનની ઉપરના માળે શહેરમાં એકસમયે માથાભારે ઈસમ તરીકેની છાપ ધરાવતાં કમરુદીનની પત્ની ફાલ્ગુની ચાંદની ડ્રેસીસ નામની દુકાન ચલાવે છે. ત્યારે બુધવારેની રાત્રે વીંકેશ અને તેના કારીગરો પણ દુકાનમાં હતા. ત્યારે ફાલ્ગુની દુકાને પહોંચી હતી. આથી વીંકેશે પોતાની દુકાન આગળ દબાણ નહીં કરવાં માટે કહ્યું હતું. આ સાંભળીને ફાલ્ગુનીએ 'તું મારી દુકાને કેમ આવ્યો હતો?' તેમ કહીં વીંકેશને બિભત્સ ગાળો ભાંડી હતી. ગાળો બોલવાની ના પાડતાં ફાલ્ગુની વધુ ઉશ્કેરાઈ ગઈ હતી અને ભરબજારમાં વીંકેશને ત્રણ લાફા ઝીંકી મર્ડર કરવાની ખુલ્લી ધમકીઓ આપી હતી. ત્યારે ફાલ્ગુનીની ગુંડાગીરી જોઈએ આસપાસના વેપારીઓ પણ ડગાઈ ગયા હતા.આટલું ઓછું હોય તેમ કમરુદિન પણ સાગરિતો સાથે ડિસ્ટ્રીક્ટ શોપિંગમાં પહોંચી ગયો હતો અને પત્નીનું ઉપરાણું લઈ વીંકેશને બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગ્યો હતો. જેનાં પગલે વીંકેશ ગભરાઈ જઈને પોતાની દુકાનનું શટર અંદરથી બંધ કરીને જીવ બચાવ્યો હતો. બાદમાં રાત્રે વીંકેશ ઘરે ગયો હતો. તો કમરુદિન અને તેના માણસો તકરારી, ઝનૂની અને બોલે તેવું કરતાં હોવાથી પોતાનું મર્ડર થઈ જશે તેવો ડર લાગતાં વીંકેશ શેઠે સેકટર-21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સંબંધિત સમાચાર

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments