Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યની ૧૫૬ નગરપાલિકાઓને કુલ રૂ. ૧૭.૧૦ કરોડની સહાય રાજ્ય સરકાર આપશે

rain gujarat
, ગુરુવાર, 14 જુલાઈ 2022 (09:21 IST)
• રાજ્યના નગરોમાં થયેલી અતિવૃષ્ટિ અને ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા સઘન સફાઇ ઝુંબેશ સહિતના સ્વચ્છતાના કામો માટે આ સહાય અપાશે. 
 
નગરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ, રોગચાળો અટકાવવા ઘન કચરાનો નિકાલ, પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે નાણાકીય સહાયની જે જરૂરિયાત ઉભી થઇ છે તે માટે મુખ્યમંત્રીએ આ ૧૭.૧૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈધ્ધાંતિક અનુમતિ આપી છે. 
 
આ હેતુસર રાજ્યની તમામ ૧૫૬ નગરપાલિકાઓને પ્રાથમિક તબક્કે તાત્કાલિક ધોરણે સુવિધાઓ પૂરી પાડવા આ ગ્રાંટ ઉપયોગમાં લેવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નાણાંકીય સહાયના ધોરણો પણ નિર્ધારિત કર્યા છે.
 
• તદઅનુસાર, “અ” વર્ગની ૨૨ નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂ. ૨૦ લાખ પ્રમાણે કુલ રૂ. ૪.૪૦ કરોડની રકમ અપાશે. 
 
• બ” વર્ગની ૩૦ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. ૧૫ લાખ પ્રમાણે કુલ રૂ. ૪.૫૦ કરોડ ફાળવવામાં આવશે. 
 
• ક” વર્ગની ૬૦ નગરપાલિકાઓને નગરપાલિકાદીઠ રૂ. ૧૦ લાખ પ્રમાણે કુલ રૂ. ૬ કરોડ આપવામાં આવશે. 
 
• ડ” વર્ગની ૪૪ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. ૫ લાખ પ્રમાણે કુલ રૂ. ૨.૨૦ કરોડની રકમ મળશે 
 
• મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ આ ૧૭.૧૦ કરોડ રૂપિયાની ફાળવણી કરતા હવે રાજ્યના નગરપાલિકા વિસ્તારોમાં વરસાદી સ્થિતિ પછીની સાફ સફાઇ અને ભરાયેલા વરસાદી પાણીના નિકાલ સહિતની નગર સુખાકારી કામગીરીમાં વધુ ગતિ આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગૌરી વ્રત પારણા શા માટે કરાય છે