Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં મોજશોખ માટે પૈસા નહીં આપનાર પત્નીને બેકાર પતિએ ઘરમાંથી કાઢી મુકી, 10 લાખ માંગતા પત્નીએ ફરિયાદ કરી

Webdunia
મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (10:15 IST)
શહેરમાં સોલા અને ન્યૂ વાસણામાં રહેતી બે પરીણિતાઓએ પણ પતિના ત્રાસની ફરિયાદ નોંધાવી
 
અમદાવાદમાં નાની નાની વાતોમાં થયેલો પતિ પત્નીનો વિવાદ આખરે પોલીસ સ્ટેશન સુધી પહોંચી રહ્યો છે. શહેરમાં દહેજના દૂષણ અને પતિ દ્વારા પત્નીને થતા શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદોમાં પણ વધારો થયો છે. શહેરમાં ગોતા અને ન્યૂ વાસણામાં રહેતી બે પરીણિતાઓએ મોબાઈલ ફોન પર વાતચીત નહીં કરવાના મુદ્દે ત્રાસ અપાતો હોવાની ફરિયાદ નોંધાવી છે. બીજી બાજુ શહેરમાં સોલા વિસ્તારમાં નાની વાતમાં મોટો ઝગડો થતાં પરીણિતાને વારંવાર પિયરમાં મોકલી દેવામાં આવતી હોવાની પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 
 
ગોતાની પરીણિતાને મોબાઈલ પર વાત નહીં કરવા પતિએ ધમકી આપી
શહેરના ગોતા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી મહિલાએ પતિ સમય જતાં સુધરી જશે એવી આશાએ મહિલાએ સંસાર ચલાવ્યો હતો. દીકરીનો જન્મ થયો ત્યારે મહિલાને ઘરમાંથી કાઢી મુકાયા પછી સમાજના આગેવાનોએ સમજાવ્યા બાદ તેના પતિએ રાખી હતી. પતિ કોઈ કામ કરતા ન હોવાથી મહિલા મોબાઈલથી ઓનલાઈન કપડાં મગાવી લે-વેચ કરી આજીવિકા ચલાવતા હતા. મોજશોખ પૂરા કરવા પૈસા આપી ન શકતા હોવાથી મહિલાને તેનો પતિ ધમકી આપતો અને ગાળો બોલતો હતો. બે મહિના પહેલાં ફોન ઝૂંટવી લઈ કોઈ કામધંધો કરવો નથી તેમ કહી મોબાઈલ ફોન લઈ લીધો હતો. બીજા દિવસે ઘરે આવીને પતિએ ઘરમાંથી કાઢી મુકી હતી. દસ લાખ લઈને આવજે તેવી વાત કરનાર પતિ પ્રયાસો છતાં બે મહીનાથી તેડવા ન આવતાં આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 
 
વાસણાની પરીણિતાને પિતાની નજર સામે જ પતિએ ફટકારી
ન્યુ વાસણામાં રહેતી પરીણિતાએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2001માં પ્રેમલગ્ન પછી સંસાર સારી રીતે ચાલતો હતો અને બે સંતાનો છે. પરંતુ, એકાદ વર્ષથી પતિ નાની-નાની વાતમાં ઝઘડો કરતા હતા. અઠવાડિયા પહેલા પતિએ મોબાઈલ ફોન લઈ લઈને તારે કોઈ સાથે ફોન પર વાતચિત કરવી નહીં તેમ કહીને ગડદાપાટુનો માર માર્યો હતો. કોઈ સાથે ફોનથી વાત કરી છે તો  જાનથી મારી નાંખીશ તેવી ધમકી પતિએ આપતા પરીણિતા પાલડીમાં પિતાના ઘરે રહેવા ગઈ હતી. પત્ની પિયર ગઈ ત્યારે પિતાની નજર સામે પટ્ટાથી માર માર્યો તો. ઘરમાંથી કાઢી મુકવા ધમકી આપતા પિયર ગયેલી પરીણિતાએ આખરે પતિ સામે વાસણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
 
સોલામાં સાસરિયાઓના મહેણાંટોણાંથી કંટાળી પરીણિતા પિયર ગઈ
સોલા ઝાયડસ હોસ્પિટલ પાછળ સ્વાગત પાર્ક બંગલોઝમાં રહેતી પરીણિતાએ પતિ ઉપરાંત સસરા, સાસુ સહિતના સાસરિયા સમે ફરિયાદ નોંધાવી છે. જાન્યુઆરી- 2020માં લગ્ન થયા પછી સાસરિયાની કાનભંભેરણીથી પતિએ માર માર્યાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. માર માર્યા પછી અંજાર પિયરમાં જતી રહે તેમ પતિએ કહ્યું હતું.  આ પછી પતિએ બધુ બરાબર કરી દઈશ તેમ કહી પરત બોલાવી હતી. પરંતુ, આ પછીય સાસરિયા મેણાંટોણાં મારતા હોવાથી પતિએ ફરી પિયર મોકલી આપી હતી. આ પછી કોર્ટના ધક્કા ખવડાવ્યા તેમ સંભળાવીને મેણાં મારી શારીરિક, માનસિક ત્રાસ આપતા હતા. ગત સપ્ટેમ્બર મહિનામાં સાસુએ તું અમને પાપડ કેમ બનાવી આપતી નથી તેમ કહી ઝઘડો કર્યો હતો. પતિએ બસની ટિકિટ કરાવી પિયર મોકલી દીધા પછી આખરે પરીણિતાએ સાસરિયા સામે સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Maha Kumbh 2025 Prayagraj: મહાકુંભ માટે પ્રયાગરાજ કેવી રીતે પહોંચવું? અહીં વિગતવાર જાણો

લાલ કિલ્લા નો ઇતિહાસ વિશે 15 ખાસ વાતો

ગુજરાતી જોક્સ - હસવાની ના છે

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના જોક્સ

ગુજરાતી જોક્સ - ભેંસની કિંમત

વધુ જુઓ..

નવીનતમ

January મહિનો કેમ કહેવાય છે "Divorce Month"? જાણો આ રસપ્રદ કારણ

NIbandh in Gujarati - સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)

Kite Flyying Festival saferty Tips- પતંગનો ઉત્સવ તો ઉજવાશે પણ ધ્યાન રાખજો - ગળું ન કપાઈ જાય - આટલી કાળજી લેવી-

તલના લાડુ બનાવવાની રીત

Mahakubh Food- જો તમે શાકાહારી ભોજનના શોખીન છો તો કુંભ મેળામાં આ ખાદ્યપદાર્થોનો ચોક્કસ સ્વાદ લો.

આગળનો લેખ
Show comments