Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Weather news- ગુજરાતમાં 5 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત-કચ્છમાં જ્યારે છઠ્ઠીએ સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા

Weather news- ગુજરાતમાં 5 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત-કચ્છમાં જ્યારે છઠ્ઠીએ સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા
, સોમવાર, 3 જાન્યુઆરી 2022 (10:26 IST)
રાજ્યમાં ફરી એકવાર માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે આગામી 5 અને 6 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદ પડશે. 6 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે ફરી એકવાર માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 5 અને 6 જાન્યુઆરીના રોજ વરસાદના કારણે ઠંડીમાં પણ વધારો થશે અને તાપમાન 2થી 3 ડિગ્રી નીચું જવાની શક્યતા છે.સોમવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે, જેની અસરોથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો થયો છે, સાથો સાથ લઘુતમ તાપમાન પણ વધતાં રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે. ઠંડા પવનો ઘટતાં રાજ્યના 12 શહેરોમાં ગરમીનો પારો 29થી 31 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. 5 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા છે. જો કે અમદાવાદમાં વાતાવરણ વાદળીયું રહેવાની શક્યતા છે. બીજી તરફ ખેડૂતોને શિયાળુ પાકની ચિંતા છે. વારંવાર માવઠું થવાથી પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે.ચાર દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ ફરીથી રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.અમદાવાદનું મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 4.5 ડિગ્રી અને શનિવાર કરતાં દોઢ ડિગ્રી વધીને 16.5 નોંધાયુ હતું.12 શહેરોમાં ગરમીનો પારો વધીને 29થી 31 ડિગ્રી વચ્ચે નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં સુરત, વલસાડ અને મહુવા રાજ્યના સૌથી ગરમ અને નલિયા 10.1 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું. રાજ્યના અન્ય તમામ શહેરોમાં ગરમીનો પારો 26થી 29 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, શુક્રવારે મોડી રાત સુધી શહેરમાં ઠંડા પવનોને કારણે લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. પરંતુ, શનિવારે સવારથી અમદાવાદનું તાપમાન વધતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન 3 ડિગ્રી વધીને 27.5 ડિગ્રી અને લઘુતમ પણ 3 ડિગ્રી વધીને 15.1 ડિગ્રી નોંધાયું હતું. આગામી બેથી ચાર દિવસો દરમિયાન અમદાવાદના તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો થશે, પણ 8 જાન્યુઆરીથી ઠંડી વધવાની શક્યતા છે. રાજ્યમાં 10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી 4થી 5 દિવસોમાં શહેરોના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.થોડા દિવસ પહેલાં રાજ્ય સહિતના કેટલાક વિસ્તારોમાં માવઠું અને વરસાદી છાંટા પડવાને કારણે ઠંડી વધી હતી. આ ઉપરાંત ઉત્તર ભારતમાં હીમ વર્ષાને કારણે ઠંડા પવન શરૂ થતાં શહેરમાં ઠંડી વર્તાઈ હતી. જોકે હવે ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજથી 15 થી 18 વર્ષના બાળકો માટે રસીકરણનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ