ગુજરાતમાં શનિવારથી અનેક જિલ્લામાં વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અન્ય જિલ્લાની સરખામણીએ વધુ વરસાદ જોવા મળ્યો છે. જોકે, હવામાનવિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોમાં 15 સપ્ટેમ્બર સુધી વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગ મુજબ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. આણંદ, વડોદરા, ભરૂચ તથા સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
11 સપ્ટેમ્બર: ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવ