Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી રીક્ષા ચાલકે કેજરીવાલને પોતાના ઘરે જમવા માટે આપ્યુ આમંત્રણ, CM એ આપ્યો આ જવાબ

kejriwal
, સોમવાર, 12 સપ્ટેમ્બર 2022 (16:49 IST)
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદમાં ઓટો રીક્ષા ચાલકો સાથેની વાતચીત દરમિયાન ઓટો રીક્ષાવાળા ચલાવનાર વિક્રમ દંતાણીએ અરવિંદ કેજરીવાલને તેમના ઘરે જમવા બોલાવ્યા અને કહ્યું કે, “તમે પંજાબમાં એક ઓટો ડ્રાઈવરના કહેવા પર જમવા ગયા હતા. મેં આ વીડિયો સોશિયલ મીડિયા પર જોયો. તમે મારી સાથે જમવા આવશો?” કેજરીવાલે કહ્યું- હા, આજે સાંજે આવીએ છીએ.

વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ગુજરાતમાં AAPની સરકાર બનાવી દો, સારી અને મફત સારવાર આપશે. એમના ઘરમાં કોઈ બીમાર પડે તો લંડન અમેરિકા જઈને સારવાર કરાવે છે અને સરકારી દવાખાનામાં મફત સારવાર કરાવીએ તો મફત રેવાડીનો આક્રોપ લગાવવામાં આવે છે. મોંઘવારીથી બધા પરેશાન છે, સારવાર મફત થાય, વીજળી મફત થાય તો રાહત થશે? દિલ્હી પંજાબમાં વીજળી મફત છે. ગુજરાતમાં સરકાર બનાવો, 1 માર્ચથી મફત વીજળી મળશે. મફત વીજળીથી લોકોને ઠંડી પડે છે. જનતાને 300 યુનિટ વીજળી મફતમાં લેવા દો, 18 વર્ષથી ઉપરની મહિલાને મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય, પણ ઘણા ભાઈઓ બેઠા હોય તો બહેનના 1000 રૂપિયામાંથી દારૂ ના પીતા. જો ઘરમાં 3 દીકરીઓ હોય તો દર મહિને 3000 રૂપિયા આપવામાં આવશે.

અમદાવાદમાં ઓટો ચાલકો સાથેની વાતચીતમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભાજપ એક શક્તિશાળી પાર્ટી છે, તેણે આખા દેશને ડરાવી રાખ્યો છે, જેમાં પણ ખાસ કરીને મીડિયાના લોકોને... અમારી સાથે લોકો છે, બધા લોકો ફોનમાં મારું ભાષણ રેકોર્ડ કરો અને વોટ્સએપ પર શેર કરી દો. 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. શું ભાજપના કોઈ મુખ્યમંત્રીએ ક્યારેય તમારી સાથે રૂબરૂ વાત કરી છે કે ઓટો ડ્રાઈવરના ઘરે ભોજન લીધું છે? દિલ્હીમાં, અમારી સરકારે કોરોના લોકડાઉન દરમિયાન 1.5 લાખ રિક્ષાચાલકના બેંક ખાતામાં બે વાર 5 હજાર રૂપિયા મોકલ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજસ્થાનની સગીરાનું અપહરણ કરીને 24 દિવસ સુધી અમદાવાદ ગોંધી રખાઈ