Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં આજથી પારો 2 થી 3 ડિગ્રી વધશે, સખત ગરમીની આગાહી

Webdunia
ગુરુવાર, 14 એપ્રિલ 2022 (11:16 IST)
હવામાન વિભાગની ગુજરાતમાં આજથી કાળઝાળ ગરમીની આગાહી છે. જેના પ્રમાણે ગુજરાતમાં આજે અને આવતી કાલે ભારે હીટવેવ રહેશે. વિકેન્ડનો સમય હોવાથી લોકો ગરમીથી બચવા માટે હિલસ્ટેશનો, વોટરપાર્ક જેવા સ્થળોએ જવાનું પસંદ કરતા હોય છે, ત્યારે હવામાન વિભાગે જ લોકોને કામ વગર બહાર ના નીકળવાની સલાહ આપી છે. રાજ્યમાં ભારે હીટવેવની સૌથી વધુ અસર કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં રહેશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં ભારે હીટવેવની આગાહી કરાઈ છે, જ્યારે રાજ્યનું પાટનગર ગાંધીનગર, મહેસાણા, અમદાવાદમાં પણ હીટવેવની આગાહી કરાઈ છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલીમાં હીટવેવની આગાહી છે.
 
 હવામાન વિભાગના અનુસાર આજથી તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે અને 44 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે. તો બુધવારે રાજ્યના 6 શહેરમાં ગરમીનો પારો રહ્યો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. સૌથી ઊંચું તાપમાન અમરેલીમાં નોંધાયું હતું. અમરેલીમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો અમદાવાદમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
 
મંગળવાર સુધી દક્ષિણ-પશ્રિમ દિશામાંથી ભેજવાળા પવન ફુંકાતા હતા. હવે ઉતર દિશામાંથી જમીન પરના પવન ફુંકાઇ રહ્યા હોવાથી તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. આજે આખો દિવસ ગરમ લૂં ફુંકાતા શહેરીજનો તાપમાં બરાબરના શેકાયા હતા. જમીન પરના ગરમ પવન શરૃ થયા હોવાથી આગામી દિવસોમાં ગરમી વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - સખત મહેનત અને ગુણો માટે આદર

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

ડુંગળી વગર આ નવી સ્ટાઈલમાં બનાવો સ્ટફ્ડ કારેલા, તેનો સ્વાદ એટલો સરસ કે બધાને ભાવશે

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

વધુ જુઓ..

નવીનતમ

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

આગળનો લેખ
Show comments