Publish Date: Thu, 22 Sep 2022 (00:39 IST)
Updated Date: Thu, 22 Sep 2022 (08:45 IST)
હિન્દુ ધર્મમાં કેટલાક વૃક્ષો અને છોડને દેવતા માનવામાં આવે છે અને તુલસીનો છોડ પણ તેમાંથી એક છે. જો તમે ઘરમાં તુલસીનો છોડ લગાવો છો તો ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે. પરંતુ અઠવાડિયાના 7 દિવસમાં તુલસીના અલગ-અલગ ઉપાય કરવાથી તમને અલગ-અલગ લાભ મળે છે.
જો તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરવા માંગો છો તો ગુરુવારે તુલસીના છોડને પાણીમાં થોડું કાચું દૂધ મિક્સ કરીને અર્પિત કરવું જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. એટલું જ નહીં, આ કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે.