Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેપ્પી બર્થડે અમદાવાદઃ 613મુ વર્ષની સફરમાં આજે પણ સતત દોડતા રહેતા અમદાવાદ શહેરમાં પોળ ક્લચર જોવા મળે છે.

Webdunia
સોમવાર, 26 ફેબ્રુઆરી 2024 (07:05 IST)
-26મી ફેબ્રુઆરીએ 1411નાં રોજ પાટણના બાદશાહ અહેમદ શાહે અમદાવાદની સ્થાપના
-ગુજરાતનું આ શહેર દોડતુ અને સતત ધબકતુ
-સાબરમતીની ગોદમાં રમતી અમદાવાદની ભૂમિ અદ્ભુત ઘટનાઓ

Happy Birthday Ahmedabad- 26મી ફેબ્રુઆરીએ 1411નાં રોજ પાટણના બાદશાહ અહેમદ શાહે અમદાવાદની સ્થાપના કરી હતી. આજ સુધી ગુજરાતનું આ શહેર દોડતુ અને સતત ધબકતુ જોવા મળી રહ્યુ છે.
 
અમદાવાદ આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની વાર્તા શરુ થઇ ત્યાર બાદ સમયનું ચક્ર આગળ વધ્યું , ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગ્યાને પસંદ કરી. તેનું નામ આપ્યું ‘અહમદાબાદ’ અને સમય જતાં તે અપભ્રંશ થઈને ‘અમદાવાદ’ તરીકે ઓળખાવા લાગ્યું.
 
 
સાબરમતીની ગોદમાં રમતી અમદાવાદની ભૂમિ અદ્ભુત ઘટનાઓની સાક્ષી બની રહી છે. અમદાવાદ શહેર ઇતિહાસમાં ઘણા મહત્વપૂર્ણ કારણોથી પણ પ્રસિદ્ધ છે, જેમાંથી એક કારણ છે કે મહાત્મા ગાંધીએ અહીં સાબરમતીના કિનારે સ્થાપેલો ગાંધી આશ્રમ. જો કે અત્યારે સાબરમતી નદીના પટમાં રીવર ફ્રન્ટ યૉજનાથી શહેરની રૉનક બદલાઈ છે. આ પહેલા વર્ષ 1960થી 1970 સુધી અમદાવાદ ગુજરાતની રાજધાની હતી. સમગ્ર ભારતમાં સૌપ્રથમ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત કરનાર આપણું અમદાવાદ જ છે. મહાત્મા ગાંધી, સરકાર પટેલથી લઈને વિક્રમ સારાભાઈથી લઈને અનેક મહાપુરૂષોના ઘડતરમાં અમદાવાદનો ફાળો રહ્યો છે.
 
આ શહેર આજે પણ તેના ઈતિહાસ સાથે જીવી રહ્યું છે અને પોતાનો વારસો સાચવીને રાખ્યો છે. આજે પણ સતત દોડતા રહેતા અમદાવાદ શહેરમાં પોળ ક્લચર જોવા મળે છે. પોળ દ્વારા અમદાવાદને એક આગવી ઓળખ પણ મળી છે. આધુનિક યુગમાં પોળનું ક્લચર અલગ જોવા મળે છે. અમદાવાદની કેટલીક પોળની સાંકળી ગલીઓ, ઘર આજે જોવાલાયક સ્થળ બની ચુક્યા છે. જૂના અમદાવાદ શહેરમાં સાબરમતી નદીની પૂર્વ દિશામાં કોટ વિસ્તારમાં આશરે 360 જેટલી પોળો આવેલી છે. અમદાવાદની સૌપ્રથમ પોળનું નામકરણ મૂહર્ત પોળ કરવામાં આવ્યું હતું, જે માણેક ચોકને અડીને બાંધવામાં આવેલી હતી. પોળ શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ પ્રાટોલી વડે થઇ છે, જેનો અર્થ બંધ વિસ્તારનો પ્રવેશ થાય છે. આજે અમદાવાદની પોળો જોવા ભારતના જ નહીં પણ વિદેશી મહેમાનો પણ આવે છે અને અહીંની કલા તેમજ સંસ્કૃતિને જાણે છે. ભલે અત્યારે જમાનો આધુનિકતા તરફ આગળ વધી રહ્યો છે પણ પોળની સંસ્કૃતિ ખૂબ અલગ છે, અહીં ઘણા જુનવાણી, પુરાનીક મકાનો આવેલા છે જેમના અનેક મકાનોને હેરિટેજ હોમ જાહેર કર્યા છે. જેમાં રહેતા પરિવારોની રહેણી કરણી પણ બિલકુલ અલગ જોવા મળે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પપૈયાના પાન ડેન્ગ્યુમાં સંજીવની ઔષધિ તરીકે કરે છે કામ, પ્લેટલેટ્સ વધારવામાં કરે છે મદદ, જાણો કેવી રીતે પીવું?

શું છે બ્રાઝિલ અખરોટ, જે ખાવાનું ચલણ ભારતમાં વધી રહ્યું છે, તે થાઇરોઇડને નિયંત્રિત કરવામાં અસરકારક છે.

ગુજરાતી વાનગી - ગોળ- પાપડી

Parenting Tips: શું તમારું બાળક આખો દિવસ ફોન પર રીલ્સ અને શોર્ટ્સ જુએ છે? આ ટિપ્સની મદદથી તમે આ આદતથી છૂટકારો મેળવશો

ચોમાસાની ઋતુમાં ભૂલથી પણ ન ખાશો આ ફુડ્સ, વધી જશે ઈંકેશનનો ખતરો, તરત થઈ જાવ એલર્ટ

વધુ જુઓ..

નવીનતમ

'કલ્કિ 2898 AD' એ રચ્યો ઈતિહાસ, શાહરૂખ ખાનની જવાન ને છોડી પાછળ, બની સૌથી ઝડપી 500 કરોડ કમાવનારી ફિલ્મ

અનંત-રાધિકાના સંગીતના સૌથી મોઘા સ્ટાર જસ્ટીન બીબર, વાર્ષિક 2350 કરોડની કમાણી કરનાર જસ્ટિન બીબરની નેટવર્થ કેટલી ?

હવે પ્રભાસની કલ્કિ 2898 એડી પર ભડક્યા મુકેશ ખન્ના, બતાવી આ મોટી ભૂલ, સરકારને કરી વિનંતી

કેન્સરની લડાઈમાં હિના ખાને કપાવ્યા પોતાના વાળ, કીમોથેરેપી પહેલા 6 મિનિટનો વીડિયો જોઈને કંપી જશો તમે

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments