Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarati Top 10 News - AMCનું કાંકરિયા કાર્નિવલ 2024નું ભવ્ય આયોજન

Webdunia
શુક્રવાર, 6 ડિસેમ્બર 2024 (10:51 IST)
- AMCનું કાંકરિયા કાર્નિવલ 2024નું ભવ્ય આયોજન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે રંગારંગ સાંસ્કૃતિક તેમજ મનોરંજનના કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય છે. ચાલુ વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાતે દિવસ દરમિયાન વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો અંતર્ગત જાણીતા કલાકારો જેમ કે, સાંઈરામ દવે, ગીતાબેન રબારી, કિંજલ દવે, રાગ મહેતા, ઇશાની દવે, કૈરાવી બુચ, પ્રિયંકા બાસુ, અપેક્ષા પંડ્યા, દેવિકા રબારી દ્વારા ગીત સંગીત તેમજ લોક ડાયરાના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. ત્રણ અલગ અલગ સ્ટેજ પર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે. સવારે અલગ અલગ કાર્યક્રમો યોજાશે. બપોરે મહિલાઓ અને બાળકો માટે પણ અલગ અલગ સેશન અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈને વિવિધ શો પણ યોજાશે.
 
- અમદાવાદ રિવરફ્રન્ટ પર હિટ એન્ડ રન, મહિલા પોલીસકર્મીને કાર ચાલકે ફંગોળી, થયું કંપારીભર્યું મોત
અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રિવરફ્રન્ટ વિસ્તારમાં મહિલા પોલીસ કર્મીને કારચાલકે અડફેટે લીધા છે. પૂરપાટ ઝડપે આવતા કારચાલકે ટક્કર મારી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હિટ એન્ડ રનની સમગ્ર ઘટનાને લઈ પોલીસે કાર ચાલકનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે.
 
- ગુજરાતમાં પહેલીવાર વન વિભાગ દ્વારા સુરતના ડુમસ દરિયા કિનારે ઉભુ કર્યુ નંદનવન 
ડુમસનું આ નગરવન, બે મહિનાના પછી પ્રજા માટે ખુલ્લું મુકાશે, સુરતવાસીઓને કુદરત સાથે જોડાવા માટે એક અનોખી તક પ્રદાન કરશે. દુનિયામાં ઝડપથી વિકસતા સુરત શહેરના લોકો હવે દરિયા કિનારે મિયાવાકી ફોરેસ્ટનો આનંદ લઈ શકશે. 4 એકર વિસ્તારમાં ફેલાયેલા આ નગરવનમાં જઈને લોકો ભૂલી જશે કે તેઓ કોઈ ભારે ભીડવાળા શહેરમાં રહે છે. માત્ર એટલું જ નહીં, આ નગરવનમાં વિદેશી એક્ઝોટિક પક્ષીઓ પણ જોવા મળશે. દરિયા કિનારે ચારેય તરફ હરિયાળીથી ઘેરાયેલું આ નગર વન રૂ. 1.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.
 
 
- અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર બનશે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર 
 સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 792.50 કરોડના ખર્ચે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ હેતુસર DPR તૈયાર કરવામાં આવ્યો છે. અને તેને સ્ટેન્ડિંગ કમિટી તથા AMC બોર્ડમાં મંજૂર કરીને રાજ્ય સરકારની મંજૂરી માટે સુપરત કરવામાં આવશે. રૂપિયા 500 કરોડ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. જ્યારે 292.50 કરોડ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખર્ચ કરવામાં આવશે. આ કન્વેન્શન સેન્ટરમાં વેડિંગ ડેસ્ટિનેશનથી લઇને બિઝનેસ હોલ, દુકાનો સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે.
 
- ભાવનગરમાં સમરસ બોયઝ હોસ્ટેલના ભોજનમાંથી નીકળી જીવાત 
ભાવનગરમાં ફરી એક વખત જમવામાં જીવાત નીકળી હતી. હોસ્ટેલના જમવામાં જીવાત નીકળતા વિધાર્થીઓ સાથે NSUIના કાર્યકરો ભેગા થયા હતા. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે આવતીકાલ સુધીમાં જમવામાં જીવાતો નીકળવાનું બંધ ન થાય તો આવેદનપત્ર આપવામાં આવશે. જોકે આ ઘટનાને લઇ વિધાર્થીઓને બહારથી ભોજન મંગાવવાનો વારો આવ્યો છે.
 
 
- ગુનેગારોને બચાવતા પોલીસ કર્મચારીઓને હર્ષ સંઘવીનો કડક આદેશ
અમદાવાદના ચાંદખેડાના 4 પોલીસ કર્મચારી સસ્પેન્ડ કરીને સરકાર અને પોલીસે દાખલો બેસાડ્યો છે. હરિચંદ્રસિંહ,કિરીટસિંહ,પન્નાલાલ અને ભરત ચૌધરીને સસ્પેન્ડ કરાયા છે. આ સસ્પેન્ડ થયેલા પોલસી કર્મચારીઓએ પોલીસની હત્યાનો પ્રયાસ કરનારા દંપતીને લોકઅપમાં સુવિધા આપી હતી. આરોપીને લોકઅપમાં સુવિધા આપવાથી ઝોન2ના DCPએ કાર્યવાહી કરતા ગુનેગારો સામે પોલીસ કાર્યવાહીની ગૃહ રાજ્યમંત્રીએ પ્રશંસા કરી હતી.

- નકલી ડોક્ટરે 1200 નકલી ડોક્ટરોને સર્ટિફિકેટ આપ્યા, મુખ્ય આરોપી સહિત 13 નકલી ડોક્ટરોની ધરપકડ 
સુરતની પાંડેસરા પોલીસે તેમના વિસ્તારના બોગસ ડોક્ટરોની ક્લિનિક પર મોટાપાયે કાર્યવાહી કરી છે. શ્રમિક વિસ્તારમાં ક્લિનિક શરૂ કરીને નિર્દોષ ગરીબ લોકોની સારવારના નામે ખોટો ઉપચાર કરીને તેમનો જીવ જોખમમાં મૂકનારા આ નકલી ડોક્ટરો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ કેસમાં મુખ્ય આરોપી સહિત 13 નકલી ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અચાનક લીધો સંન્યાસ, ટેસ્ટમેચ સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે

Who is Santa Claus: શુ તમે જાણો છો કોણ છે સાન્તાક્લોઝ અને શુ છે તેમની સ્ટોરી ?

Christmas decorations ideas ક્રિસમસ ટ્રીને આ 5 અનોખી રીતે સજાવો

Guru Ghasidas Jayanti 2024- આજે છે ગુરુ ઘાસીદાસ જયંતિ, જાણો સતનામી સમુદાયના પૂર્વજ વિશે

IND Vs AUS 3rd Test Day 5: ભારતે બેટિંગ શરૂ કરી, 275 રનનો લક્ષ્યાંક છે

આગળનો લેખ
Show comments