Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હીમાં 8.5 તાપમાન, રેકોર્ડ પર સૌથી ઠંડો દિવસ; 5 રાજ્યોમાં શીત લહેર, વરસાદ અને હિમવર્ષાની ચેતવણી

દિલ્હીમાં 8.5 તાપમાન, રેકોર્ડ પર સૌથી ઠંડો દિવસ; 5 રાજ્યોમાં શીત લહેર, વરસાદ અને હિમવર્ષાની ચેતવણી
, શુક્રવાર, 6 ડિસેમ્બર 2024 (10:25 IST)
IMD Weather Forecast - દિલ્હીનું હવામાન પણ બદલાવા લાગ્યું છે. ગઈકાલે સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. કારણ કે કોલ્ડવેવને કારણે સુકી ઠંડી પડી હતી. લઘુત્તમ તાપમાન ઘટીને 8.5 ડિગ્રી થયું હતું. મહત્તમ તાપમાન 25.1 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે 10 ડિસેમ્બર પછી ગાઢ ધુમ્મસનું એલર્ટ આપ્યું છે. ઉપરાંત, ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે, ત્યારે પર્વતોમાં હિમવર્ષા થવાની પણ સંભાવના છે.
 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 7મી ડિસેમ્બરની રાત્રે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી પડશે. પંજાબ-હરિયાણામાં વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પહાડોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. જેના કારણે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં શીત લહેર જોવા મળશે. ગાઢ ધુમ્મસ ઠંડીની તીવ્રતામાં વધારો કરશે. 

 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

UP: પીલીભીતમાં ભીષણ માર્ગ અકસ્માત, લગ્નમાંથી પરત ફરી રહેલ કાર ઝાડ સાથે અથડાઈને ખીણમાં ખાબકી, 6 ના મોત 5 ઘાયલ-VIDEO