Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarati Top 10 news - અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે અકસ્માતમાં 3 ના મોત

Webdunia
બુધવાર, 4 ડિસેમ્બર 2024 (12:33 IST)
vadodara accident
અમદાવાદ-વડોદરાને જોડતા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક મંગળવારની મોડી રાત્રે બિલોદરા બ્રિજ નજીક એક ગોઝારા અકસ્માત સર્જાયો હતો. જેમાં પસાર પૂરપાટ જતી કારનું એકાએક ટાયર ફાટતા આ કાર ડિવાઈડર કૂદી રોગ સાઈડે ઘૂસી હતી અને સામેથી આવી રહેલ ટ્રક સાથે અથડાઈ હતી. આ બનાવમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર એક મહિલા સાથે બે પુરુષોના મોત થયા હતા. જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
 
- સુરતમાં 48 કલાકમાં 8 ની આત્મહત્યાથી હડકંપ 
 
 રાજ્યમાં લગભગ દરરોજ આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. આ તરફ હવે ડાયમંડ નગરી સુરતથી જે સમાચાર સામે આવ્યા તે ખરેખર ચોંકાવનારા છે. વાસ્તવમાં સુરતમાં 48 કલાકમાં આપઘાતની 8 ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. આ આપઘાતની ઘટનાઓમાં કોઈએ આર્થિક તંગીને કારણે જીવન ટૂંકાવ્યું તો કોઈએ સામાન્ય બાબતોમાં આપઘાત કરી લીધો છે. આ તરફ મૃતકોના પરિજનોમાં પણ ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
 
-  ખ્યાતિકાંડ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે  અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓની કરી ધરપકડ
 
રાજ્યભરમાં ચકચાર જગાવનારા ખ્યાતિકાંડ મામલે ગુનો નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો. સંજય પટોળીયાને પોલીસે ઝડપી પાડ્યો છે. ડો. સંજય પટોળીયાએ કરેલી આગોતરા જામીન અરજી મંગળવારે રદ થઈ હતી. ખ્યાતિકાંડ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ સોંપાયા બાદ અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજી પણ પોલીસ પકડથી દૂર છે.
 
- દાહોદ અકસ્માત,  બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 3 ના મોત 
 
દાહોદમાં દેવગઢ બારીયાના તોયણી ગામે અકસ્માતની ઘટના સામે આવી છે. તોયણી ગામના રંધિકપુર રોડ પર બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો બઢો ભયાનક હતો કે, એક શખ્સનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ સાથે અન્ય બે લોકો કે જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેઓનું પણ સારવાર દરમિયાન મોત થયું છે. આ તરફ અકસ્માતમાં અન્ય 3 લોકોને પણને ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા છે.
 
- સૌરાષ્ટ્ર યુનિ.માં કાલથી 3 દિવસ ખેલકૂદ મહોત્સવ, પહેલીવાર ખેલાડીઓ માટે રહેવા-જમવાની સુવિધા
 
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેદાનમાં 5થી 7 ડિસેમ્બર દરમિયાન ખેલકૂદ રમતોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે. ભાઈઓ અને બહેનોની 19 ઇવેન્ટ યોજવામાં આવી છે, જેમાં દોડ, કૂદ અને ફેંકની ઇવેન્ટ યોજાશે. આ વર્ષે પ્રથમ વખત ત્રણ નવી ઇવેન્ટ ઉમેરવામાં આવે છે. આ વખતે એમ.પીએડ. ભવન અને શારીરિક શિક્ષણના અધ્યાપકોને સાથે રાખી નેશનલમાં જે રીતે ટુર્નામેન્ટ થાય તે જ રીતે અહીં પણ એથલેટિક્સ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એથ્લેટિક્સ ટુર્નામેન્ટમાં ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 70 જેટલી કોલેજમાંથી 1800 ખેલાડીઓ ભાગ લેવાના છે. જેમાં આ વખતે પ્રથમ વખત સ્પર્ધામાં ભાગ લેતા સ્પર્ધકો માટે ભોજન અને રહેવાની સુવિધા રાખવામાં આવશે.  
 
- સુરતમાં બેફામ દોડતી સીટી બસે મોપેડચાલક મહિલાને કચડી 
સુરતમાં અકસ્માતની ઘટનાઓ રોજ વધી રહી છે. જેમા સીટી બસો પર કોઈ નિયમ કે કડક પગલા ન લેવાતા સીટી બસના ડ્રાઈવરો બેફામ ગાડીઓ દોડાવે છે.  આવી જ એક સીટીબસના ડ્રાઈવરે અડાજણ વિસ્તારમાં ઇલેક્ટ્રિક સિટી બસે એક મોપેડને અડફેટે લીધું હતું. જેમાં મોપેડચાલક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બાદ પોલીસે તાત્કાલિક બસ-ડ્રાઈવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દીકરીને સ્કૂલે મૂકી પરત ફરતી મહિલાને કાળરૂપી સિટી બસે અડફેટે લેતાં મોત થયું હતું. મહિલાના મોતના પગલે બે દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી હતી. અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેદ થઈ હતી.
 
 
- દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનું કામ ખેડૂતોએ અટકાવ્યું
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનું કામ ખેડૂતોએ અટકાવ્યું; ઝાલોદના વસતી ગામે 14 ગામના ખેડૂતો મૂળભૂત સુવિધા અને વળતર મુદ્દે લડાયક મૂડમાં, પોલીસના ધાડેધાડા ઉતારાયા. ઝાલોદના વસ્તી ગામે 14 ગામના ખેડૂતોએ મૂળભૂત સુવિધા અને ખેડૂતોને વળતર મુદ્દે એક્સપ્રેસ-વેની કામગીરી બંધ કરાવી હતી. દરમિયાન જ્યાં સુધી તેમની માગણી નહીં સંતોષાય ત્યાં સુધી કામગીરી ચાલુ નહીં થવા દે એવી ચીમકી આપી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

LIVE: દેવેન્દ્ર ફડણવીસ જ બનશે મહારાષ્ટ્રના સીએમ, બીજેપીની બેઠકમાં બની સહમતિ

અયોધ્યામાં રામ મંદિરના પહેલા માળનું ઉદ્ઘાટન 11 જાન્યુઆરીએ, હવે નિર્માણ કાર્ય માર્ચ નહીં પણ જુલાઈ સુધીમાં થશે પૂર્ણ

મહારાષ્ટ્ર CM - CM ફડણવીસ, ડિપ્ટી રહેશે શિંદે અને અજીત પવાર, આવતીકાલે ત્રણ નેતા જ લેશે શપથ

Google Maps અકસ્માતો થઈ રહ્યા છે... તમારી સાથે કંઈપણ અપ્રિય ન બને, આ 5 ટિપ્સને અવશ્ય અનુસરો

15 સેકન્ડમાં 5 લોકોના મોત, એક ભૂલથી થયો અકસ્માત, ટાટા સફારી રાજસ્થાનમાં કેન્ટર સાથે અથડાઈ

આગળનો લેખ
Show comments