Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહારાષ્ટ્ર CM - CM ફડણવીસ, ડિપ્ટી રહેશે શિંદે અને અજીત પવાર, આવતીકાલે ત્રણ નેતા જ લેશે શપથ

oath ceremony
, બુધવાર, 4 ડિસેમ્બર 2024 (10:57 IST)
oath ceremony
મહારાષ્ટ્રમાં આવતીકાલે એટલે કે 5 ડિસેમ્બરનો દિવસ ખાસ રહેશે. કારણ કે મહાયુતિ ગઠબંધનને મળેલ જીત પછી હવે મહારાષ્ટ્રના સીએમની શપથ ગ્રહણ થશે. આ સાથે જ બે ડિપ્ટી સીએમ પણ બનાવી શકાય છે અને તેમની પણ શપથ ગ્રહણ આવતીકાલે જ થશે.  દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લઈ શકે છે અને તેમના નેતૃત્વ હેઠળની સરકારમાં એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ બનશે તે નિશ્ચિત જણાય છે. આમાં સૌથી મોટી વાત એ છે કે અજિત પવારને પણ ડેપ્યુટી મુખ્યમંત્રી પદ  આપવામાં આવી શકે છે અને આ ત્રણેય નેતાઓ જ આવતીકાલે  શપથ લઈ શકે છે.
 
એક CM, બે ડેપ્યુટી સીએમ  
સૂત્રોના જણાવ્યા મુજબ આવતીકાલે ફક્ત ત્રણ પ્રમુખ નેતાઓની જ શપથ ગ્રહણ થશે જેમા સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડિપ્ટી સીએમના રૂપમાં અજીત પવાર અને એકનાથ શિંદે શપથ લેશે.  આ પહેલા આજે ભાજપની બેઠક પણ યોજાવવાની છે જેમાં દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી તરીકે અને એકનાથ શિંદે, અજિત પવારને નાયબ મુખ્યમંત્રી પદ માટે નોમિનેટ કરવામાં આવી શકે છે. આ રીતે મહારાષ્ટ્રમાં પહેલાની જેમ એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી હશે. અહેવાલો અનુસાર, મહારાષ્ટ્રના વર્તમાન સીએમ એકનાથ શિંદે મહાગઠબંધન સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે કામ કરવા માટે સંમત થયા છે.
 
શિંદેને લઈને ઉકેલાય ગયો પેચ  
શિંદે વિશે એ મોટી વાત છે કે તેઓ ડેપ્યુટી સીએમ બનવા માટે સંમત થયા છે કારણ કે એકનાથ શિંદે કદાચ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહેલા દેવેન્દ્ર ફડણવીસના ડેપ્યુટી તરીકે કામ કરવા તૈયાર ન હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે વિભાગોના વિભાજનને લઈને સમસ્યા હતી, જે હવે ઉકેલાઈ ગઈ હોય તેમ લાગે છે. અગાઉ, એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે પણ ડેપ્યુટી સીએમ બનશે તેવી ચર્ચા હતી પરંતુ તેણે તેને અફવા ગણાવીને રેસમાંથી બહાર કરી લીધું હતું.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Google Maps અકસ્માતો થઈ રહ્યા છે... તમારી સાથે કંઈપણ અપ્રિય ન બને, આ 5 ટિપ્સને અવશ્ય અનુસરો