Festival Posters

વિકાસના દાવા વચ્ચે તરસ્યું ગુજરાત, જળાશયોમાં માત્ર 38.57 ટકા પાણી

Webdunia
મંગળવાર, 20 માર્ચ 2018 (12:39 IST)
ઉનાળો પસાર કરવાનો બાકી છે અને ગુજરાતમાં પીવાના પાણીની તંગી વિકરાળ મોં ફાડીને ઊભી થઇ રહી છે. ગુજરાતના ૨૦૩ જળાશયોમાં (ડેમમાં) ૩૮.૫૭ ટકા જ પાણી બચ્યું છે. ગુજરાત સરકારના નર્મદા અને જળસંપત્તિ તથા કલ્પસર વિભાગના ૧૬મી માર્ચના અધિકૃત આંકડા પરથી આ વિગત મળી રહી છે. બીજી તરફ નર્મદા ડેમમાં હવે ૩૨.૭૩ ટકા જ પાણી બચ્યું છે. આંકડાઓને વિગતે જોઇએ તો ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં (ડેમ) ૩૭.૧૯ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ ડેમમાં ૫૫.૫૩ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમમાં ૩૮.૮૯, કચ્છ વિસ્તારના ૨૦ જળાશયોમાં માત્ર ૧૪.૮૩ ટકા, સૌરાષ્ટ્રના ૧૩૮ ડેમમાં ૨૫.૯૩ ટકા પાણીનો જ જથ્થો બચ્યો છે.આ રીતે જોઇએ તો રાજ્યના ૨૦૩ ડેમ કે જેની ડિઝાઈન ૧૫૭૬૬.૮૧ લાખ ઘન મીટર જળસંગ્રહની છે

તેમાંથી ૬૦૮૧.૯૨ લાખ ઘનમીટર જથ્થો જ સંગ્રહિત છે. ગયા સપ્તાહમાં આ જળસંગ્રહ ૬૨૪૩.૮૦ લાખ ઘનમીટર હતો. તે જોતાં એક જ સપ્તાહમાં ૧૬૧.૮૮ લાખ ઘનમીટર પાણીનો જથ્થો ખર્ચાઈ ચૂક્યો છે. નર્મદા ડેમની વાત કરીએ તો ૯૪૬૦ લાખ ઘનમીટરની ક્ષમતા સામે ૩૦૯૬ લાખ ઘનમીટર જળસંગ્રહ અસ્તિત્વ ધરાવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

30 દિવસ સુધી સલાડ ખાવાથી શરીર પર શું અસર પડે છે?

સ્વાદિષ્ટ મકાઈ પુલાવ રેસીપી

અકબર-બીરબલ વાર્તા: પાંજરામાં સિંહ

કોણે ના પીવી જોઈએ છાશ, ફાયદાને બદલે થશે નુકશાન, પરેજ કરવામાં છે સમજદારી

સૂતા પહેલા ચહેરા પર શું લગાવવું જોઈએ? અહીં જાણો શું તમારા રંગને નિખારશે.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -બેસ્ટ જોક્સ

Aakhri Sawal Teaser: સંજય દત્ત ઉકેલશે ઈતિહાસનો નહી ઉકેલાયો આખરી સવાલ, RSS અને બાબરી મસ્જિદ પર થશે વાત, ટીઝર સાથે આવી નવી રિલીઝ ડેટ

ગુજરાતી જોક્સ -એક દારૂડિયા- શહેરની સૌથી સુંદર સ્ત્રી

'ભૂત બંગલા' એ અક્ષય કુમાર અભિનીત બીજી મોટી ફિલ્મ, જે ધુરંધર 2 કરતા નાની અને તેને જોવામાં લાગશે આટલા કલાક

ગુજરાતી જોક્સ - મજેદાર જોકસ

આગળનો લેખ
Show comments