Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિનેશ કાર્તિક માટે શુ ધોનીએ રિટાયર થવાની જરૂર છે ?

દિનેશ કાર્તિક માટે શુ ધોનીએ રિટાયર થવાની જરૂર છે ?
, સોમવાર, 19 માર્ચ 2018 (17:12 IST)
જ્યારે દિનેશ કાર્તિક ક્રીઝ પર ઉતર્યા તો મોટી ઈલેક્ટ્રોનિક સ્ક્રીન પર જે લક્ષ્ય દેખાય રહ્યુ હતુ એ દર્શકોની સાથે સાથે ખેલાડીઓની ધડકન વધારવા માટે પુરતુ હતુ. એક બોલ પહેલા આઉટ થઈને પેવેલિયન પરત ફરેલા મનીષ પાંડે (27 બોલ પર 28 રન) અને સામે ઉભેલા વિજય શંકર (15 બોલર પર 12 રન)ની રમતે સહેલી લાગી રહેલી જીતને ખૂબ દૂર પહોંચાડી દીધી હતી. બીજી બાજુ મેદાન પર હાજર રહેલા મોટાભાગના લોકોએ કદાચ માની લીધુ કે  બાગ્લાદેશ પહેલીવાર ભારતીય ટીમને હરાવીને ખિતાબ ઢાકા લાઈ જશે. કારણ કે ભારતીય ટીમ અને નિદહાસ ટ્રોફી વચ્ચે 12 બોલ પર 34 રન બનાવવાના હતા. 
webdunia
પણ દિનેશ કાર્તિક કોઈ બીજા જ મૂડ સાથે ઉતર્યા હતા. પહેલી બોલ પર સિક્સર અને બીજા બોલ પર બાઉંડ્રી ત્રીજા પર ફરી સિક્સર ચોથા પર કોઈ રન નહી. પાંચમી વાર બે રન અને છઠ્ઠી વાર ફરી ચોક્કો. રુબેલ હુસૈનના ઓવરમાં કાર્તિકની બેટ તલવારની જેમ ચાલી રહી હતી. 
 
કારિકે બતાવ્યો પોતાનો દમ - 12 પર 34 અચાનક 6 પર 12 રન થઈ ગયા. અંતિમ ઓવરમાં ફરી એ જ વિજય શંકર હતા. જો ભારત મેચ હારતુ શંકર અને તેમને દિનેશ પહેલા ઉતારનારા રોહિત શર્માને જવાબદાર ઠેરવવામાં આવતા. 
 
અંતિમ ઓવરની પ્રથમ બોલ વાઈડ, ત્યારબાદ આવેલ બોલ ફરી ખાલી. એકવાર ફરી લાગ્યુ કે મેચ હાથમાંથી ગઈ. પણ પછીની બોલ પર શંકરે જેમ તેમ રન લીધો. દિનેશ સામે આવ્યા. લાગ્યુ કે એક બે મોટા શૉટ અને મેચ ખતમ પણ નહી ફરી મેચમાં વળાંક આવ્યો. ત્રીજી બોલ પર કાર્તિકને એક રન લેવો પડ્યો.  હવે ત્રણ બોલ બચી હતી અને 9 રન જોઈતા હતા. હાર ફરી નિકટ દેખાવવા માંડી. વિજય શંકરનુ નસીબ પલટ્યુ અને સૌમ્ય સરકારની બોલ પર એ ચોક્કો મારી ગયા.  5મી બોલ પર ગ્લોરી શૉટ રમવાના ચક્કરમાં હવામાં આપી બેઠા.. હવે જીત માટે 1 બોલ અને 5 રન જોઈએ હતા.  
webdunia
અંતિમ બોલ પર જાદુ 
 
દિનેશ કાર્તિકને ખબર હતી કે જો ચોક્કો આવ્યો તો મેચ સુપર ઓવરમાં જશે અને ઓછા રન બન્યા તો બાંગ્લાદેશની ટીમ મોડા સુધી મેદાન પર નાગિન ડાંસ કરશે. 
પણ કાર્તિક સાથે ગઈકાલે કોઈ જુદી જ તાકત કામ કરી રહી હતી. ઑફ સાઈડથી બહાર લાંબી બોલને તેમણે કવરની ઉપરથી મારી અને બાઉંડ્રી પાર. 
 
ડગઆઉટમાં બેસીલી ભારતીય ટીમ દોડવા લાગી અને ખચાખચ ભરેલા મેદાનમાં બેસેલા શ્રીલંકાઈ પ્રશંસકોમાં એવી વીજળી દોડી જેવો કે તેમની પોતાની ટીમે કોઈ વર્લ્ડ કપ જીતી લીધો હોય.  આ અગાઉની મેચમાં બાંગ્લાદેશી ટીમ સાથે થયેલ લડાઈનુ પરિણામ હતુ. 
 
પણ જે વ્યક્તિએ નવ બોલમાં આખી બાજી પલટી નાખી તેના ચેહરા પર મામૂલી સ્માઈલ હતી. જે લોકો મહેન્દ્ર સિંહ ધોનીના એ દિવસ યાદ કરે છે તેમને કાર્તિકે એ બધા દિવસ ભૂલાવી દીધા. 
 
ધોનીની ઝલક 
મેચ પછી પણ એ સંયમી દેખાયા. ઉત્સાહિત થયા વગર તેમણે કહ્યુ, ''આ પરફોર્મેંસથી ખૂબ ખુશ છુ. ટીમ માટે પણ ખૂબ ખુશ છુ. અમે આ ટૂર્નામેંટમાં ખૂબ સારુ રમ્યા અને ફાઈનલ ન જીતતા તો એ ઘણુ દુર્ભાગ્યપૂર્ણ બની જતુ. મને ક્રીઝ પર જઈને બોલ પર પ્રહાર કરવાનો હતો. હુ આનો જ અભ્યાસ કરી રહ્યો હતો અને આજે નસીબે પણ સાથ આપ્યો.'' 
 
પણ કાર્તિકે મેન ઓફ ધ મેચ એવોર્ડ લેતી વખતે એક એવી વાત કરી જેમા તેમની ખુશીની અંદર છિપાયેલુ દર્દ જોવા મળ્યુ. તેમણે કહ્યુ ભારતીય ટીમમાં તક ખૂન મુશ્કેલીથી મળે છે અને જ્યારે તમે આવી તક મળે છે તો તમારે તેનો પૂરો ફાયદો ઉઠાવવાનો હોય છે. 
webdunia
દિનેશને આગળ તક કેવી રીતે મળશે ?
 
અને આ વાત સાચી પણ છે કે દિનેશ કાર્તિકેને એટલી તક નથી મળી જેટલી મળવી જોઈતી હતી. તેઓ એવા ખેલાડીના રૂપમાં જોવા મળે છે જે ચપળ છે પણ જરૂરિયાત કરતા વધુ.  પણ હાલ તેમની અંદર એક ઠેરાવ જોવા મળ્યુ રહ્યો છે અને આ ઠેરાવ સાથે નાજુક અવસરો પર મેચ બદલવાની કલા પણ જોવા મળી છે.  તેને કદાચ ફિનિશર કહેવામાં આવે છે.  અત્યાર સુધી આ મહેન્દ્ર સિંહ ધોની વિશે કહેવામાં આવતુ હતુ અને તેમના પહેલા યુવરાજ સિંહને. વનડેમાં આ બિરૂદ વિરાટ કોહલીને પણ અનેકવાર આપવામાં આવ્યુ. 
 
જ્યારે બે સિતારા એક સાથે આસમાનમાં ચમકે છે તો એકની ચમક મોટાભગે બીજાની ચમકમાં ક્યાક ખોવાય જાય છે.  દિનેશ સાથે કંઈક આવુ જ થયુ છે.  
 
ધોની પહેલા આવ્યા હતા 
તેમણે પોતાના ક્રિકેટ કેરિયરની શરૂઆત ધોની પહેલા કરી હતી. પણ શરૂઆતમાં ધોનીના વાળની સ્ટાઈલ અને આક્રમક બેટિંગ જાણીતી થઈ અને પછી તેમની કપ્તાની.  આ બંને વસ્તુઓ હતી પણ કાર્તિક છતા પણ ટીમમાં સ્થાન બનાવી શકે છે.  પણ ધોનીનુ વિકેટકીપર હોવુ કાર્તિક પર ભારે પડી ગયુ. 
 
વચ્ચે વચ્ચે અનેક રમતો રમવા અને વિકેટકીપિંગના સારા નમૂના બતાવ્યા છતા ધોનીના રહેતા તેઓ ટીમમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યા. પણ કાર્તિકની થોડી તાજેતરની રમતોએ હવે દાવો રજુ કરી દીધો છે.  23 ટેસ્ટ મેચમાં તેમણે એક હજાર રન બનાવ્યા છે અને સરેરાશ લગભગ 28ના નિકટ.  79 વનડેમાં 1496 રન છે અને 19 ટી-20 મેચમાં તેમણે 269 રન બનાવ્યા છે. 
 
શુ છે મુકાબલો ? 
 
બીજી બાજુ ધોની છે. જેમણે 90 ટેસ્ટમાં 4876 રન, 318 વનડેમાં 9967 રન અને 89 ટી20 મેચમાં 1444 રન બનાવ્યા છે. 
 
પણ હકીકતમાં બંને વચ્ચે બેટિંગ કે વિકેટકીપિંગની કોઈ તુલના નથી. મેચોનુ અંતર જ એટલુ છે.  ઉલ્લેખનીય છે કે ધોનીનુ પરફોર્મેંસ જ એવુ રહ્યુ કે કોઈ બીજા વિકલ્પ વિશે વિચારવાનો વારો જ ન આવ્યો. પણ હવે એવુ રહ્યુ નથી. ધોનીના બેટમાં જૂની ચમક હવે રહી નથી અને કપ્તાની પણ હવે કોહલી સાચવી રહ્યા છે.  આવામાં જો આવનારા સમયમાં ફક્ત પરફોર્મેંસના આધાર પર આંકવામાં આવે તો દિનેશ કાર્તિક ધોનીને જોરદાર ટક્કર આપતા જોવા મળશે.  પણ આ નિર્ણય વિરાટે કરવાનો છે અને હાલ એવુ લાગી રહ્યુ છે કે કપ્તાન ધોની પર વધુ વિશ્વાસ કરી રહ્યા છે. પણ જો રવિવારે રાત્રે રમેલ મેચ જો તેમણે જોઈ હશે તો જરૂર દિનેશ પર એ ફરી વિચાર કરશે. 
 
કારણ કે કોહલીને આ વાત પર પણ વિચાર કરવો પડશે કે 11 વર્ષમાં કાર્તિકને માત્ર 19 ટી 20 મેચ મળ્યા જ્યારે કે 14 વર્ષમાં માત્ર 79 વનડે... પણ એક વાત તો ચોક્કસ છે કે તેઓ આનાથી વધુ ડિઝર્વ કરે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત કોંગ્રેસમાં સગા-સંબંધીઓને મળતા સ્થાન અંગે હાઈકમાન્ડ સમક્ષ ફરિયાદ થશે