Webdunia - Bharat's app for daily news and videos

Install App

રૂ. પ૩ હજાર કરોડના ખર્ચે ગુજરાતમાં ૬ લિથિયમ–આર્યન બેટરીના પ્લાન્ટસ સ્થપાશે

બેટરીના ઉત્પાદનમાં ગુજરાત ગ્લોબલ મેન્યૂફેકચરીંગ હબ બનશે

Webdunia
મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (16:41 IST)
ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઊદ્યોગ વિભાગ અને જાપાનની AEPPL ઓટોમોટીવ ઇલેકટ્રોનિકસ પાવર પ્રાયવેટ લિમીટેડ વચ્ચે કુલ રૂ. ૪૯૩૦ કરોડના રોકાણથી લિથિયમ બેટરી ઉત્પાદન વિસ્તરણ પ્લાન્ટસ MoU સંપન્ન કરવામાં આવ્યા હતા. આ MoU પર AEPPLના મેનેજીંગ ડિરેકટર ઇસીઝો આયોઆમા- ICHIZO AOYAMA અને ગુજરાત સરકાર ઊદ્યોગ અગ્ર સચિવ તથા મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ. કે. દાસ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં હસ્તાક્ષર થયા હતા. AEPPL દ્વારા ગુજરાતના હાંસલપૂર બેચરાજીમાં બે તબક્કે આ અંગેના રોકાણો કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં રૂ. ૧રપ૦ કરોડના ખર્ચે લિથિયમ બેટરી પેક અને મોડયુલ મેન્યૂફેકચરીંગ ફેસેલીટીઝ ર૦ર૦ના અંત સુધીમાં ઊભી કરવા સાથે ૧ હજાર જેટલા સ્થાનિક યુવાઓને પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી મળતી થશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, AEPPL એ પ્રખ્યાત મોટર ઉત્પાદન કંપની મારૂતિ સુઝૂકી કોર્પોરેશન, ટોશીબા અને ડેન્સોનું સંયુકત સાહસ છે. આ સાહસના પ્રોજેકટનો શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ની ઉપસ્થિતમાં હાંસલપૂર ખાતે ૨૦૧૭માં કરવામાં આવેલો હતો. આજે થયેલા MoU અનુસાર AEPPL બીજા તબક્કાના વિતરણમાં ૩૭૧પ કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને ર૦રપ સુધીમાં પ્રતિવર્ષ ૩૦ મિલીયન સેલનું ઉત્પાદન ગુજરાતમાં કરશે.
 
મુખ્યમંત્રી સાથે આ MoU દરમ્યાન વિચાર વિમર્શ કરતાં AEPPLના મેનેજિંગ ડીરેકટર ઇસીઝો આયોઆમા- ICHIZO AOYAMA એ જણાવ્યું કે, કંપની તેના ફયુચરીસ્ટીક પ્લાનમાં આગામી ર૦૩૦ સુધીમાં ગુજરાતમાં ૬ બેટરી પ્લાન્ટ અને ર ઇલેકટ્રોડસ પ્લાન્ટ રૂ. પ૩ હજાર કરોડના રોકાણો સાથે શરૂ કરવા તત્પર છે. આ પ્લાન્ટ શરૂ થતાં ૮ થી ૧૦ હજાર સ્થાનિક યુવાઓને રોજગાર મળશે. એટલું જ નહિ, અન્ય આનુષાંગિક ઊદ્યોગો, MSMEને પણ નવું બળ મળશે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની વિવિધ સહુલિયત તેમજ ઉત્પાદનોના નિકાસ માટે પોર્ટસ સહિતની સુવિધાઓ અને રાજ્ય સરકારની બિઝનેસ ફ્રેન્ડલી પોલિસીઝના પરિણામે આવા ઊદ્યોગો ગુજરાતમાં મોટા પ્રમાણમાં આવતા થયા છે અને ગુજરાત હવે ગ્લોબલ મેન્યૂફેકચરીંગ હબ બન્યું છે એમ ગૌરવ સહ જણાવ્યું હતું. AEPPLનો આ ગુજરાત પ્લાન્ટ માત્ર ભારત માટે જ નહિ, વિશ્વના અન્ય દેશો માટે પણ લિથિયમ બેટરી ઉત્પાદનથી ગુજરાતને વૈશ્વિક ખ્યાતિ અપાવશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. 
 
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મેઇક ઇન ઇન્ડીયા’ની જે સંકલ્પના આપેલી છે તેમાં ગુજરાત આ લિથિયમ બેટરી ઉત્પાદન એકમોથી અગ્રેસર રહેવાનું છે. રાજ્યમાં સ્વચ્છ-પ્રદૂષણ રહિત અને પર્યાવરણપ્રિય યાતાયાત માટે ઇલેકટ્રીક વાહનોના ઉપયોગને વ્યાપક સ્તરે અપનાવવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે તે સંજોગોમાં આવા વાહનોના વપરાશ માટે બેટરીની માંગ આ નવા પ્લાન્ટસ પૂર્ણ થશે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments