Webdunia - Bharat's app for daily news and videos

Install App

દ.ગુજરાત અને ઉ. ગુજરાતમાં ધોધમાર વરસાદ, વાવ તાલુકામાં સવા નવ ઇંચ જેટલો વરસાદ

Webdunia
સોમવાર, 29 જુલાઈ 2019 (14:43 IST)
ગાંધીનગર: રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ- તાલુકાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાનાં વાવ તાલુકામાં ૨૩૦ મી.મી. એટલે કે સવા નવ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના ૩૩ જિલ્લાઓના ૧૬૮ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. 
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૯ જુલાઇ ૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના   થરાદમાં ૧૭૧ મી.મી. એટલે સાત ઇંચ અને દિયોદર તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં ૯૬ મી.મી., વલસાડના કપરાડામાં ૮૧ મી.મી., ડાંગમાં ૭૯ મી.મી., સાબરકાંઠાના હિંમતનગરમાં ૬૩ મી.મી. અને ભરૂચના નેત્રાંગમાં ૫૧ મી.મી. એટલે કે બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
 
બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં ૪૫ મી.મી., તાપીના સોનગઢમાં ૪૨ મી.મી., કચ્છના ભચાઉમાં ૩૯ મી.મી., સાબરકાંઠાના પોસીનામાં ૩૬ મી.મી., બનાસકાંઠાના ભાભરમાં ૩૫ મી.મી. અને કાંકરેજમાં ૩૪ મી.મી., ડાંગના વઘઇમાં ૩૧ મી.મી., જૂનાગઢના કેશોદ અને નર્મદાના તિલકવાડામાં ૩૦ મી.મી., અરવલ્લીના મેઘરજ, ભરૂચના વાલીયા અને નમર્દાના ગરૂડેશ્વરમાં ૨૯ મી.મી., અંકલેશ્વરમાં ૨૮, વિજાપુર, કવાંટ અને ઉચ્છલમાં ૨૭, સુરત શહેરમાં ૨૬, ઇડર અને ડેડીયાપાડામાં ૨૪ મી.મી. એમ મળી કુલ ૧૮ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને બે ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના ૨૮ તાલકાઓમાં અડધા ઇંચથી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેમાં દાહોદ, સાગબારા, વાલોદ, સતલાસણા, ધરમપુર, સૂઇગામ, લીમખેડા, બારડોલી, વડગામ, ખેરાલુ, માંડવી(સુરત), વંથલી, હાંસોટ, કામરેજ, બોડેલી, માંગરોળ, ખેરગામ, વાંકાનેર, વિસાવદર, વ્યારા, ચોટીલા, જાંબુઘોડા, વાગરા, ડિસા, જામનગર, ભેંસાણ, ખાંભા, નડિયાદ અને ઝગડિયા તાલુકાનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યના ૧૧૦ તાલુકાઓમાં અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાનો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - દારૂ પીવો

ગુજરાતી જોક્સ - નાગણ, ખાઈ લે

ગુજરાતી જોક્સ - કાળો બલ્બ

Mahakaleshwar Temple Ujjain- મહાકાલ જ્યોતિર્લિંગ

Year Ender 2024: વિદેશી મંચ પર છવાઈ ભારતીય નારીઓ, ગજબની ફિલ્મોથી પોતાનો ડંકો વગાડ્યો

વધુ જુઓ..

નવીનતમ

સરળ અને ટેસ્ટી મટન રેસીપી

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું

Veer bal diwas વીર બાળ દિવસ નિબંધ

સરસ્વતી પૂજા વ્રત કથા / વસંત પંચમી કથા Saraswati Puja Ki Katha

રોજ ખાલી પેટ પીવો આ મસાલાનું પાણી, ઘટવા માંડશે વજન, થશે અદ્ભુત ફાયદા

આગળનો લેખ
Show comments