Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાના કાળ વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થતાં લોકોમાં ભય

Webdunia
બુધવાર, 25 માર્ચ 2020 (15:03 IST)
એક તરફ ગુજરાત રાજ્ય કોરોના વાઈરસના કહેરનો સામનો કરી રહ્યું છે, બીજી તરફ રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી 27 માર્ચ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદ પડશે તેમ જણાવ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો ગઇ કાલથી જ વરસાદી ઝાપટાં પડવા લાગ્યા છે. કચ્છના સામખિયાળી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. તેમજ જંગીમાં વરસાદથી ખેતીને નુકસાન પહોંચ્યું છે.
જ્યારે આજે અમદાવાદ, વડોદરા, ભરૂચ અને કચ્છમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.  ભર ઉનાળે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદના ઝાપટાં પડી રહ્યાં છે. વડોદરા શહેરમાં આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. અને બપોરે કમોસમી વરસાદ પડ્યા હતો.
ભરૂચ અને જંબુસર પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. કચ્છના વાતાવરણમાં પલટો આવતા આજ સવારથી જ વાદળછાયુ વાતાવરણ વચ્ચે કંડલામાં વરસાદી ઝાપટા પડ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 30થી 409 કિ.મી.ની ઝડપે પવન સાથે હળવાથી ભારે વરસાદ પડી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

70 વર્ષના ટીકૂ તલસાનિયાને આવ્યો હાર્ટ અટેક, હોસ્પિટલમાં દાખલ, જાણો કેવી છે હવે તેમની હાલત ?

Maha Kumbh 2025 Prayagraj: મહાકુંભ માટે પ્રયાગરાજ કેવી રીતે પહોંચવું? અહીં વિગતવાર જાણો

લાલ કિલ્લા નો ઇતિહાસ વિશે 15 ખાસ વાતો

ગુજરાતી જોક્સ - હસવાની ના છે

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Swami Vivekananda Success Quotes - સ્વામી વિવેકાનંદના સફળતાના મંત્રો

રાત્રે ગોળ સાથે ખાવ આ એક વસ્તુ, પેટ રહેશે સાફ મળશે અનેક ફાયદા

લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes

January મહિનો કેમ કહેવાય છે "Divorce Month"? જાણો આ રસપ્રદ કારણ

NIbandh in Gujarati - સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)

આગળનો લેખ
Show comments