Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકારની બહુ ગાજેલી મુખ્યમંત્રી અમૃતમ મા યોજનામાં અઢળક છિંડા હોવાનો કેગના અહેવાલમાં ઘટસ્ફોટ

Webdunia
શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (11:41 IST)
ગરીબી રેખા હેઠળ જીવતા લોકો માટે કેશલેસ સારવાર આપવામાં આવે છે તેવી રાજય સરકારની બહુ ગાજેલી અને પ્રચાર કરાય છે તેવી મુખ્યમંત્રી અમૃતમ મા યોજનામાં અઢળક છિંડા હોવાનો કેગના અહેવાલમાં ઘટસ્ફોટ કરાયો છે. સામાન્ય અને સામાજિક ક્ષેત્રના અહેવાલમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે, માત્ર ૫૪.૫૪ ટકા બીપીએલ પરિવારોને જ છેલ્લા પાંચ વર્ષમાં માર્ચ-૨૦૧૭ સુધી નોંધી શકાયા છે. રાજયના ૩૩ જિલ્લામાંથી ૧૦ જિલ્લામાં તો નક્કી કરેલી હોસ્પિટલ જ નથી. સરકારી હોસ્પિટલો જેની પાછળ ભાજપ સરકાર અબજો રૂપિયા ખર્ચતી હોવાનો દાવો કરે છે તેમાં માળખાગત સુવિધાઓ જ નથી. જેના કારણે ૭૮ ટકા લાભાર્થીઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કર્યું હતું.
 આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં તમામ સુવિધા અપાતી હોવાનો દાવો કરે છે. પરંતુ કેગના ઓડિટ મુજબ ૨૦૧૨થી ૨૦૧૭ના વર્ષ સુધી મા યોજનાના લાભાર્થીઓને સારવાર માટે સરકારે કુલ ૫૫૭.૭૦ કરોડ રૂપિયાની રકમ આપી તેમાંથી ૪૩૩.૩૯ કરોડ રૂપિયા તો ખાનગી હોસ્પિટલને ફાળે ગયા હતા. સરકારી હોસ્પિટલ દ્વારા કરાયેલા દાવા ફક્ત ૧૨૪.૩૧ કરોડ રૂપિયાના જ હતા. ૩૩ જિલ્લામાંથી ૨૩ જિલ્લામાં જ હોસ્પિટલ નક્કી કરાઇ છે બાકી રહેતા ૧૦ જિલ્લામાં ૯.૫૨ લાખ પરિવારો જેઓ કુલ નોંધણીના ૨૦ ટકા થવા જાય છે તેમને મા યોજના હેઠળ જોડાણ કરાયેલી હોસ્પિટલોની સુવિધા અપાઇ નથી. જે ૨૩ જિલ્લામાં હોસ્પિટલ નક્કી છે તેમાં પણ સાત જિલ્લામાં ફક્ત એક જ નક્કી કરેલી હોસ્પિટલ છે. જેના કારણે આ જિલ્લાના લાભાર્થીઓને સારવાર હેઠળ અન્ય જિલ્લામાં જવાની ફરજ પડી હતી. 
ફક્ત ચાર જ જિલ્લા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા તમામ માપદંડ મુજબની હોસ્પિટલ હોવાથી મોટાભાગના લોકોને આ જિલ્લામાં જ સારવાર લેવા માટે જવું પડ્યું હતું. જેમાં અમદાવાદમાં ૭૪ ટકા, રાજકોટમાં ૫૯ ટકા, સુરતમાં ૪૪ ટકા અને વડોદરામાં ૬૨ ટકા હતી. કેન્સર અને કાર્ડિયાક સારવાર લેવા માટે પણ અમદાવાદ અને રાજકોટની મોટી હોસ્પિટલોમાં કિલોમીટર દૂર સુધી પ્રવાસ કરીને દર્દીઓને જવું પડયું હતું. જે દર્શાવે છે કે બાકીના જિલ્લાઓમાં એટલે કે મોટાભાગના રાજયમાં સરકારી હોસ્પિટલોમાં આરોગ્યની-સારવાર આપવાની ક્ષમતા કેટલી કંગાળ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભક્તોની બસમાં લાગી આગ, 61 લોકો ડેરા રાધા સ્વામીમાં સત્સંગ સાંભળવા જઈ રહ્યા હતા.

અરવિંદ કેજરીવાલને જીવતા સળગાવવાનો પ્રયાસ… હુમલા પર સૌરભ ભારદ્વાજે શું કહ્યું

ઘરમાં રમતી 8 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કાશ પટેલ વિશે ટ્રમ્પનું નિવેદન,

તીવ્ર ઠંડીના દસ્તક! મેદાનમાં તાપમાન 7 ડિગ્રીએ પહોંચ્યું, દિલ્હીમાં ધુમ્મસ

આગળનો લેખ
Show comments