Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 19 April 2025
webdunia

પરિવારને સહાય માટે ખેડૂતે પહેલા મરવું પડે તેવા પ્રકારની ગુજરાત સરકારની જાહેરાત

ખેડૂતે
, શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (11:39 IST)
ગઈકાલે ધારાસભ્યો, મંત્રીઓના પગારમાં ધરખમ વધારો કર્યા બાદ આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતોને સહાય કરવાની જાહેરાત કરી હતી. સંવેદનશીલ સરકાર હોવાના ગાણાં ગાતી સરકારે ખેડૂતોને મરવા પર પરિવારજનોને એક લાખને બદલે 2 લાખ આપવાની જાહેરાત કરી હતી. ખેડૂતના પરિવારને સહાય કરવી હોય તો ખેડૂતે પહેલા મરવું પડે તેવી સરકારની જાહેરાત છે. સહાયને ડબલ કરી દેવામાં આવી છે. ખેડૂતોને અકસ્માત દરમિયાન શરૂ કરાયેલી સરકારી સહાયની યોજનામાં વધારો કરવામાં આવ્યો હતો 1 લાખ સહાયને વધારીને રૂ. 2 લાખ કરવામાં આવી હતી. આ યોજનાથી રાજ્યના 2.49 કરોડ ખેડૂતોને સહાય મળશે. સાથે જ વારસદારના નિયમોમાં ફેરફાર જાહેર કર્યા હતાં
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નલિયા કાંડ મુદ્દે દોઢ વર્ષથી વધારે સમયથી બનેલા કમિશનમાં રૂ. ૪૦.૭૨ લાખ ખર્ચાયા